Shocking Viral Video : વ્યક્તિએ ફિઝિક્સના નિયમને જુગાડ દ્વારા કર્યો ફેલ, ‘ટેલેન્ટ’ જોઈને લોકોનું માથું ભમ્યું
Amazing Talent : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જુગાડ દ્વારા ટ્રેક્ટર ટ્રોલીમાં ટામેટાં ભરી રહ્યો છે. માણસની પ્રતિભા જોઈને તમને પણ વિશ્વાસ નહી આવે કે આ રીતે પમ કામ કરી શકાય.
Shocking Video : દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમને કંઈક નવું, કંઈક અલગ કરવાનો જુસ્સો હોય છે અને આ જુસ્સાથી તેઓ ક્યારેક દુનિયાને ચોંકાવી દે છે. જ્યારે આ લોકોના વીડિયો ઈન્ટરનેટ પર આવે છે ત્યારે લોકો તેને ખૂબ પસંદ કરે છે. લોકો આવા વીડિયોને માત્ર જોતાં જ નથી પરંતુ તેને એકબીજા સાથે શેર પણ કરે છે. આવી અનોખી પ્રતિભા દુનિયાની સામે આવે છે. જેનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાય છે.
આ પણ વાંચો : Shocking Video: લગ્નના દિવસે વરરાજાના હાલ થયા બેહાલ, વરરાજાને લઈને ભાગી ઘોડી
વિશ્વમાં પ્રતિભાશાળી લોકો ભરેલા છે. લોકો પોતાની પ્રતિભાથી મહાન કારીગરોને પણ વિચારવા મજબૂર કરે છે તે કેટલા કુશળ છે. કેટલીકવાર આપણે આવી વસ્તુઓ જોઈએ છીએ. જેને જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અહીં જુગાડ વાળી યુક્તિ કામે લગાડી છે. અત્યાર સુધી આપણે જેને જાદુ માનતા હોઈએ છીએ, તે તો માત્ર એક નાનકડી યુક્તિ હોય છે, જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હવે આ વ્યક્તિને જ જુઓ, જ્યાં તે વ્યક્તિએ ટ્રેક્ટરની અંદર એવી રીતે ટમેટાંને ભરે છે કે તેણે જુગાડ દ્વારા ભૌતિકશાસ્ત્રના તમામ નિયમોને નિષ્ફળ કર્યા હોય તેવું લાગે છે.
અહીં, વીડિયો જુઓ
An artist and a student of physics at work pic.twitter.com/P4AEWmoYaE
— Vala Afshar (@ValaAfshar) February 18, 2023
વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ ખેતરનો હોવાનું લાગી રહ્યું છે. જ્યાં ટ્રેક્ટર ટ્રોલીમાં ટામેટાં ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં મજૂરો ટામેટાં તોડીને ડોલમાં ભેગા કરી રહ્યાં છે અને આ બધાની વચ્ચે એક વ્યક્તિ ટામેટાંથી ભરેલી ડોલ ઉપાડીને ટ્રોલીમાં ફેંકી રહ્યો છે પરંતુ કારની નજીક પહોંચતા જ ડોલ અલગ પડી જાય છે અને તમામ ટામેટાં ટ્રોલીમાં જાય છે. આ રીતે એકવાર નહીં પરંતુ આ વ્યક્તિ આ રીતે સતત ટામેટાં ભરી રહ્યો છે. આ ક્લિપ જોઈને લોકો વિચારી રહ્યા છે કે આ વ્યક્તિ કેટલો ટેલેન્ટેડ છે, તે પોતાનું કામ કેટલી સચોટ રીતે કરી રહ્યો છે.
જો કે આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ નથી. આ સાથે જ આ વીડિયો ક્યાંનો છે તેની માહિતી સામે આવી નથી પરંતુ એવું લાગે છે કે આ વીડિયો ભારતના કોઈ રાજ્યનો છે. આ વીડિયો ટ્વિટર પર @ValaAfshar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.