Viral Video: 1 રીક્ષામાં 19 યાત્રીઓ, પોલીસે ગણતરી કરતા કરતા કહ્યું- મોતનો સંદેશ લઈ ક્યા જઈ રહ્યાં હતા

|

Jan 10, 2023 | 7:50 PM

Auto Shocking Video: તમે અનેકવાર રસ્તા પર જતી રીક્ષા યાત્રીઓથી ભરેલી જોઈ હશે. હાલમાં એક એવી રીક્ષાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 19 જેટલા યાત્રીઓ સવારી કરી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: 1 રીક્ષામાં 19 યાત્રીઓ, પોલીસે ગણતરી કરતા કરતા કહ્યું- મોતનો સંદેશ લઈ ક્યા જઈ રહ્યાં હતા
Shocking Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોમાં ભારતીયોના જુગાડના વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. ભારતીયો જુગાડ કરવા માટે જાણીતા છે. ઓછા પૈસામાં, સરળતાથી અને ઝડપથી પોતાનું કામ પૂરુ કરવા માટે જુગાડ કરતા હોય છે. તમે અનેકવાર રસ્તા પર જતી રીક્ષા યાત્રીઓથી ભરેલી જોઈ હશે. હાલમાં એક એવી રીક્ષાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 19 જેટલા યાત્રીઓ સવારી કરી રહ્યાં હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રસ્તા પર ઝડપથી જતી રીક્ષા જોવા મળી રહી છે. આ રીક્ષામાં ક્ષમતા કરતા વધારે યાત્રીઓ જોવા મળી રહ્યા છે. કેટલાક યાત્રીઓ રીક્ષાની પાછળ લટકેલા જોવા મળે છે. ત્યારે જ પોલીસની નજર રીક્ષા પર પડતા તેને રોકવામાં આવે છે. પોલીસ જ્યારે રીક્ષામાંથી યાત્રીઓને કાઢે છે તો 5-6 નહીં પણ 19 જેટલા યાત્રીઓ ઉતરે છે. આ જોઈ પોલીસ પણ કહે છે કે મોતનો સંદેશ લઈને જઈ રહ્યાં હતા. આ પહેલા પણ રીક્ષામાં મોટી માત્રામાં યાત્રીઓ બેઠા હોય તેવા વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબના ભારતીયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવા જુગાડ મોત આપી શકે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,આવી ભૂલ ભારે પડી શકે છે. આ વાયરલ વીડિયોને 1.6 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને 6 હજારથી વધારે યુઝર્સે લાઈક પણ કર્યો છે.

Next Article