Shocking Video: ટ્રકને કારણે રસ્તા પર પડયો મોટો ખાડો, પાછળથી આવતા કાર ચાલકે માંડમાંડ બચાવ્યો જીવ

|

Aug 15, 2022 | 11:45 PM

Shocking Video: આપણે સૌએ જોયુ છે કે ભારે વહાન જ્યારે પણ રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે રસ્તાને કઈકને કઈક નુકશાન થાય છે. હાલમાં એક ટ્રકનો વીડિયો વાયરલ થયો છે.

Shocking Video: ટ્રકને કારણે રસ્તા પર પડયો મોટો ખાડો, પાછળથી આવતા કાર ચાલકે માંડમાંડ બચાવ્યો જીવ
Shocking Video
Image Credit source: twitter

Follow us on

ચોમાસાની ઋતુમાં ભારતમાં રસ્તાઓની ઘણી ચર્ચા થાય છે. કારણ કે ત્યારે રસ્તામાં ખાડા હોય છે કે ખાડામાં રસ્તા એજ સમજાતુ નથી. રસ્તા જેટલા મજબૂત બનાવવામાં આવે એટલો જે લાંબા સમય સુધી ટકી રહે છે પણ કેટલીકવાર વરસાદ અને ભારે વાહનોની અવરજવરને કારણે રસ્તામાં નાના-મોટા ખાડા પડે છે જેને કારણે વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીકવાર રસ્તામાં ભૂવો પણ પડે છે. ભારતની જેન વિદેશના રસ્તાઓમાં પણ આવી સમસ્યા થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર રસ્તાને લગતો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો (Sh0cking video) છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટો ભારે ભરખમ ટ્રક એક શહેરના રસ્તા પરથી પસાર થાય છે અને તેના ભારને કારણે તે રસ્તોની વચ્ચેનો કેટલોક ભાગ તૂટી જાય છે. ત્યાં મોટો ખાડો પડી જાય છે. તે એટલો મોટો ખાડો હોય છે કે એમાં કોઈ બાઈક કે કાર સમાઈ શકે. આ સમયે પાછળથી કેટલીક કાર આગળ જઈ રહી હતી પણ આ ખાડો પડતા જ તેમણે સમય પર બ્રેક મારી જેના કારણે કાર ખાડામાં જતી બચી અને કોઈ નુકશાન પણ નહીં થયુ. અચાનક બનેલી આ ઘટનાથી સૌ કોઈ સ્તબધ હતા. આ આખી ઘટના એક સીસીટીવીમાં કેદ થઈ જાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Shocking Videos નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો કોઈ વિદેશના શહેરનો લાગી રહ્યો છે પણ તે ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ. જોકે રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

Next Article