Viral Video : આ અકસ્માત જોઈ તમારા રૂંવાડા ઉભા થઇ જશે! વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
અકસ્માતથી વધારે જોવા જેવી વાત તો આ ટ્રકની સ્પીડ છે. જે જોતા જ કોઈના પણ હૈયા કંપી જાય. પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક જાણે સાપની જેમ ગતિ કરી રસ્તા પર સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ટ્રકએ રસ્તા પર ચાલતા વાહનો સાથે બેરીકેટના પણ ભુક્કા બોલાવ્યા છે.

ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા તો તમે કોઈને જોયા હશે. પરંતુ અહી આ વીડિયોમાં ટ્રક ચાલક ધૂમ સ્ટાઈલમાં ટ્રક ચલાવતો નજરે ચડે છે. વિડીયોમાં જે પ્રકારે દેખાઈ રહ્યું છે કે, પુરપાટ હવાઈ ગતિમાં ટ્રક આવી રહ્યો છે. આ વાયરલ વિડીયો કે જેમાં એક ટ્રક ચાલક ધૂમ સ્ટાઈલમાં આવી રહ્યો છે. એટલું જ નહી સાપની જેમ આ ટ્રક આવતા સાથે આજુબાજુ ચાલતા વાહનોને પણ એટલુ જ નુકશાન પહોચાડી રહ્યો છે. હવે તમને એમ થતું હશે કે ટ્રક આટલો બેકાબુ બન્યો કેવી રીતે ?
View this post on Instagram
આ જે ઘટના બની હતી જેમાં ટ્રક ફૂલ ઝડપે તમમ ગાડીઓને ઓવરટેક કરતો આવતો હોય તેમ તો જણાય છે પરંતુ સાથે રસ્તે જતા રાહદારીઓને પણ નુકશાન પહોચાળતો જાય છે. આ સાથે જ અચાનક રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર અથડાતા જોવા મળે છે.
આ પણ વાચો : બિલાડીના બચ્ચા પર શ્વાને કર્યો હુમલો, બિલાડીએ શ્વાન સાથે કરી લડાઈ, જુઓ ઝઘડાનો Viral Video
ટ્રકની ઝડપ એટલી કે જાણે રેસમાં ભાગ લીધો હોય
અકસ્માતથી વધારે જોવા જેવી વાત તો આ ટ્રકની સ્પીડ છે. જે જોતા જ કોઈના પણ હૈયા કંપી જાય. પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક જાણે સાપની જેમ ગતિ કરી રસ્તા પર સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ટ્રકએ રસ્તા પર ચાલતા વાહનો સાથે બેરીકેટના પણ ભુક્કા બોલાવ્યા છે.
વિડીયો ઉતારનારનો થયો બચાવ
આ ટ્રકની આગળ ચાલી રહેલ બસમાંથી આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોવા જેવી તો ત્યારે થઇ જયારે આ ટ્રક પોતની ગતી સાથે વિડીયો ઉતારનાર બસ સુધી પહોચ્યો હતો. તો વિડીયો જોઈ તમે જ વિચારી શકો કે, ટ્રકની આગળની આ બસમાં વિડીયો ઉતારનારના કેવા પરસેવા છૂટ્યા હશે. કારણકે બસ સાથે આ ટ્રક અથડાતા થોડી જ બચી છે. આં સમગ્ર ઘટનાનો વિડીયો તમિલનાડુનો હોવાનું ખુલ્યું છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…