Funny Video : આ વાંદરાએ તો ભારે કરી ! અરીસામાં જોઈને વાંદરો એવો કન્ફ્યુઝ થયો કે જોવા જેવી થઈ

|

Oct 17, 2021 | 6:25 PM

વાંદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વાંદરો બાઇક પર બેસીને અરીસામાં જોઈ રહ્યો છે. બાદમાં એ એવો કન્ફ્યુઝ થાય છે, તે જોઈને તમને પણ હસવુ આવશો.

Funny Video : આ વાંદરાએ તો ભારે કરી ! અરીસામાં જોઈને વાંદરો એવો કન્ફ્યુઝ થયો કે જોવા જેવી થઈ
seeing himself in the mirror the monkey got confused

Follow us on

Funny Video : મનુષ્યને અરીસામાં જોવું ખુબ ગમે છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર માણસો જ નહીં પણ પ્રાણીઓ પણ આમાં મોખરે છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાંદરાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંદરો બાઇક પર બેસીને અરીસામાં પોતાની જાતને જોઈ રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે તે અરીસામાં જોતી વખતે એક વિચિત્ર ચહેરો બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ (Users) આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અરીસામાં જોઈને વાંદરો મુંઝાયો 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ રમુજી વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વાંદરો છે જે પોતાની જાતને બાઇકના અરીસામાં જોઈ રહ્યો છે. તે અરીસામાં પોતાની જાતનુ નિરીક્ષણ કરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.થોડી વાર બાદ વાંદરો (Monkey) એક ક્ષણ માટે અટકી જાય છે. અને પછી પોતાના ચહેરાને અરીસામાં એ રીતે જુએ છે જાણે કે અરીસામાં કોઈ અન્ય વાંદરો છે. તે મૂંઝવણમાં માથું ખંજવાળતો પણ જોવા મળે છે. આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, માત્ર વાંદરો જ નહિ, દરેક પ્રાણી અરીસામાં જોઈને આ રીતે રીએક્ટ કરે છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, વાંદરો ડેટ પર જઈ રહ્યો છે…એટલે તૈયાર થઈ રહ્યો છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ, બિન્દાસથી ડાન્સ કરતી આ દુલ્હને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ પણ વાંચો: Video : આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, બાળકની બોલિંગ જોઈને તમે પણ ચોંકી જશો !

Next Article