Video Viral: સુપર ફિટનેસ ! બાબા રામદેવે ઘોડા સાથે રેસ, જૂઓ વીડિયો
હાલમાં જ બાબા રામદેવનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં બાબા રામદેવ ઘોડા સાથે રેસ કરતા જોવા મળે છે.

Baba Ramdev Video Viral: ભારતના સૌથી પ્રખ્યાત યોગ ગુરુ સ્વામી રામદેવ તેમની ફિટનેસ અને યોગ પ્રવૃત્તિઓ માટે સમાચારમાં રહે છે. હાલમાં જ બાબા રામદેવનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં બાબા રામદેવ ઘોડા સાથે રેસ કરતા જોવા મળે છે. 60 વર્ષની ઉંમરે બાબા રામદેવની ફિટનેસ જોવા જેવી છે.
તમને જણાવી દઈએ કે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાબા ઘોડા સાથે દોડતા જોવા મળ્યા રહ્યા છે અને તેની દોડવાની ઝડપ જોઈને બધા ચોંકી ગયા છે. 59 વર્ષના બાબા રામદેવ કહે છે કે ઘોડાની જેમ ઝડપથી દોડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને વૃદ્ધત્વ વિરોધી શક્તિની જરૂર છે. તમને જણાવી દઈએ કે બાબા રામદેવ સંપૂર્ણપણે ફિટ છે, તેનો અંદાજ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પરથી લગાવી શકાય છે.
બાબા રામદેવ આ ઘોડા સાથે દોડ્યા છે
घोड़े की तरह तेज़ दौड़ने की ताक़त, Strong Immunity, Anti-aging और Power चाहिए तो Swarn Shilajit व Immunogrit Gold खाइए#immunity #antiaging #shilajit pic.twitter.com/VGzLrFt776
— स्वामी रामदेव (@yogrishiramdev) February 18, 2025
તમને જણાવી દઈએ કે, આ ઘોડા સાથે દોડતા પહેલા બાબા રામદેવ ટારઝનના નામથી પ્રખ્યાત રાજા યાદવ સાથે રેસ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં બાબા રામદેવ પોતે પોતાના પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોને પ્રમોટ કરે છે. તે તેના એક્સ પર દર્દીઓ સાથે વાત કરતા પણ જોવા મળે છે. અહીં બાબા રામદેવ કહે છે કે તમે યોગ કરો અને આયુર્વેદનો ઉપયોગ કરો.