VIDEO : આર્ટિસ્ટે ‘બપ્પી દા’ને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

|

Feb 17, 2022 | 6:00 PM

બપ્પી લહેરીએ 69 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાના આગવા અંદાજમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

VIDEO : આર્ટિસ્ટે બપ્પી દાને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Tribute to Bappi Lahiri

Follow us on

Viral Video : દેશના જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી (Bappi Lahiri) હવે આપણી વચ્ચે રહ્યા નથી. 69 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ. તેમના નિધન બાદ દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચાહકો તેમને પોતાના આગવા અંદાજમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે (Sudarsan Pattnaik) પણ ‘ડિસ્કો કિંગ’ બપ્પી દાને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. પુરીમાં સમુદ્ર કિનારે રેતીમાંથી બપ્પી દાની પ્રતિમા બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.

ઓડિશાના સૈંડ આર્ટિસ્ટે આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ઓડિશાના સૈંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે તેમના ટ્વિટર હેન્ડલ પરથી બપ્પી લહેરીની રેતીની પ્રતિમાની તસવીર અને વીડિયો શેર કર્યો અને લખ્યું, દિગ્ગજ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. આ સાથે તેણે બપ્પી દાના લોકપ્રિય સોંગ-યાદ આ રહા હૈ તેરા પ્યાર ને પણ યાદ કર્યુ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જુઓ વીડિયો

જુઓ તસવીર

અનેક ફિલ્મોમાં હિટ ટ્રેક કર્યા હતા

તમને જણાવી દઈએ કે, બપ્પી દા ગયા વર્ષે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ હતુ, પરંતુ તે થોડા દિવસોમાં સ્વસ્થ પણ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી તેમની તબિયત સારી ન હતી. તેમના નિધન બાદ દેશમાં શોકની લહેર છે. બપ્પી દાને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ‘ડિસ્કો કિંગ’ કહેવામાં આવતા હતા. બપ્પી લાહિરીએ ડિસ્કો મ્યુઝિકને ભારતીય સિનેમામાં એક અલગ શૈલી સાથે લાવ્યા. તેણે ડિસ્કો ડાન્સર, નમક હલાલ, શરાબી, કમાન્ડો જેવી ફિલ્મોમાં હિટ ટ્રેક કર્યા હતા જે આજે પણ પ્રખ્યાત છે.

આ પણ વાંચો: VIDEO : કડકડાટ અંગ્રેજી બોલતા કશ્મીરી દાદીનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ દાદીના ફેન બની જશો

Next Article