Video : બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી, હ્રદયદ્રાવક દ્રશ્ય કેમેરામાં કેદ

કુદરતનો આ કહેર એટલો ભયાનક છે કે અત્યાર સુધીમાં અંદાજે 94 લોકોના મોત થયા છે. રિયો ડી જાનેરોના ફાયર વિભાગે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

Video : બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી, હ્રદયદ્રાવક દ્રશ્ય કેમેરામાં કેદ
Landslides and floods wreak havoc in Brazil (Image Credit Source: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 1:04 PM

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ (Brazil)ના રિયો ડી જાનેરો(Rio de Janeiro)માં ભારે વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલન અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. કુદરતનો આ કહેર એટલો ભયાનક છે કે અત્યાર સુધીમાં અંદાજે 94 લોકોના મોત થયા છે. રિયો ડી જાનેરોના ફાયર વિભાગે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલમાં બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોની શોધ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ત્રણ કલાકમાં જ 30 દિવસ જેટલો વરસાદ થયો છે. આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે ત્યાંના લોકોનું શું હાલત હશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ તબાહીનું ભયાનક અને હૃદયદ્રાવક દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પૂરે તબાહી મચાવી છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. શેરીઓમાં કાર ડૂબી ગઈ છે, શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાઈ ગયા છે, સામાન પાણીમાં તરી રહ્યો છે, ઘરો તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં તો એવા ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે જોઈને રુવાડા ઊભા થઈ જાય.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર fishvideobrasill નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે વીડિયો જોયા પછી ઘણા લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

વરસાદના કારણે પૂરનું આવું ભયાનક દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. બ્રાઝિલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વરસાદ આટલી ઝડપથી બંધ થવાનો નથી, પરંતુ હજુ કેટલાક કલાકો સુધી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: બ્રાઝિલમાં ભારે વરસાદે મચાવી તબાહી, ભૂસ્ખલનથી 94 લોકોના થયા મોત, ગુમ થયેલા લોકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">