Video : આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, બાળકની બોલિંગ જોઈને તમે પણ ચોંકી જશો !

|

Oct 17, 2021 | 12:56 PM

'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બાળકની અદભૂત બોલિંગ જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video :  આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, બાળકની બોલિંગ જોઈને તમે પણ ચોંકી જશો !
sachin tendulkar share kid young leg spinner video

Follow us on

Viral Video : માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ભલે હવે સક્રિય ખેલાડી ન રહ્યા હોય પરંતુ તેમનો રમત પ્રત્યેનો પ્રેમ અકબંધ છે. તાજેતરમાં તેણે એક નાના બાળકનો વીડિયો શેર કર્યો છે.આ બાળક જે રીતે બોલિંગ કરે છે.તે જોઈને યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બાળકની અદ્ભૂત બોલિંગ સ્કિલ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળક શ્રેષ્ઠ લેગ સ્પિન કરતો જોવા મળે છે, બાળકની બોલિંગ જોઈને સચિન પણ તેની પ્રશંસા કરતા પોતાની જાતને રોકી શક્યો નહી. એટલુ જ નહી આ બોલર કે એક કે બે નહીં, પરંતુ જેટલી વાર બોલ ફેંકી રહ્યો છે, ત્યારે બેટ્સમેન(Batsman)  પણ ડોજિંગ કરી રહ્યો છે. આ બાળકના બોલિંગ અંદાજને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

જુઓ વીડિયો

ટેણિયાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરતા સચિને લખ્યું કે, અમેઝિંગ ! આ વિડીયો એક મિત્ર દ્વારા મોકલવામાં આવ્યો હતો, અદ્ભુત છે. આ રમત પ્રત્યે બાળકનો પ્રેમ અને જુસ્સો સ્પષ્ટ દેખાય છે. સચિન તેંડુલકર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ગજબ : ઘર કે સાપનો અડ્ડો ? ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો : Viral Video : છોકરીએ રેલવે સ્ટેશન પર અચાનક જ ડાન્સ કરવાનું શરૂ કર્યું, આજુબાજુના લોકોએ આપ્યુ આ રિએક્શન

Published On - 12:55 pm, Sun, 17 October 21

Next Article