ગજબ : ઘર કે સાપનો અડ્ડો ? ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો.

ગજબ : ઘર કે સાપનો અડ્ડો ? ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા
File Photo

Viral Photos : જો કોઈ વ્યક્તિના ઘરમાં કોઈ એક ઝેરી સાપ દેખાય તો પણ લોકોની હાલત ખરાબ થઈ જાય છે, પરંતુ કલ્પના કરો કે તમારા ધરમાંથી 92 સાપ મળી આવે તો…. તાજેતરમાં આવી જ એક ઘટના અમેરિકામાં (America) બની છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક ઘરમાંથી 92 જેટલા સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા.

ભારે જહેમત બાદ ઝેરી સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ

રેસ્કયૂ ટીમ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આ ઝેરી સાપનું રેસક્યૂ (Rescue) કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ, આ તમામ સાપ રેટલ સ્નેક હતા અને તેમના કરડવાથી મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. આટલા બધા સાપ એક ઘરમાંથી મળી આવતા આસપાસના લોકો પણ ચોંકી ગયા. તમને જણાવી દઈએ કે, આ ઘટના કેલિફોર્નિયાના (California) નોર્થ વિસ્તારમાં બની હતી. આ વ્યક્તિનું ઘર સાપનો અડ્ડો બની ગયું હતું.

એક ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવ્યા !

સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુ ટીમને આ અંગે માહિતી મળ્યા બાદ તે આ ઘરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુ ટીમ દ્વારા છેલ્લા 32 વર્ષથી મફતમાં સાપોનું રેસ્ક્યુ કરવામાં આવે છે. એક ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા ટીમ પણ ચોંકી ગઈ. આ ટીમ દ્વારા પહેલીવાર એક સાથે આટલા ઝેરી સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

સાપને પકડવામાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગ્યો

રેસ્ક્યુ ટીમે (Sonoma County Reptile Rescue) જણાવ્યુ હતુ કે, ઘરે પહોંચતાની સાથે જ એક સાપ મળ્યો. બાદમાં સાપને મળવાની પ્રક્રિયા એક પછી એક અનેક ગણી વધતી રહી. આખરે તે બિલ્ડિંગમાંથી કુલ 92 સાપ મળી આવ્યા. આટલા બધા સાપ પકડવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો. ટીમ દ્વારા તમામ સાપોનું રેસ્ક્યુ કરીને તેને જંગલમાં છોડવામાં આવ્યા હતા. આ સાપ ગરોળી અને ઉંદરોની શોધમાં ઘરની નજીક આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

 

આ પણ વાંચો : જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં મૃત્યુ પામે છે તો તેના મૃતદેહનું શું થાય છે ? જાણો પૃથ્વીથી કેટલું વાતાવરણ અલગ છે

આ પણ વાંચો : Afghanistan: દવાઓથી ભરેલી 50થી વધુ ટ્રક સરહદ પર અટકતા યુનિયન ફાર્મસીએ મેડિકલ સપ્લાયની અછતની આપી ચેતવણી

Click on your DTH Provider to Add TV9 Gujarati