Foreign Villages : આ દેશમાં ગામડાંઓમાં ઘણા ફળોની થાય છે ખેતી, તેમજ દરેક ઘરોમાં હોય છે કોલ્ડ સ્ટોરેજ

|

Sep 08, 2022 | 1:48 PM

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ.

Foreign Villages : આ દેશમાં ગામડાંઓમાં ઘણા ફળોની થાય છે ખેતી, તેમજ દરેક ઘરોમાં હોય છે કોલ્ડ સ્ટોરેજ
Russia village

Follow us on

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે. પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

આ પણ વાંચો: Foreign Villages: આ ગામના લોકો પુષ્કળ પ્રમાણમાં કરે છે સફરજનની ખેતી, જુઓ વીડિયો

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

અહીં જૂઓ ગામડાંનો વીડિયો….

આજે આપણે રશિયાના ગામ વિશે જોશું. વીડિયોમાં આપણને ઘર આગળના મોટાં ફળિયામાં મરઘી તેમજ ફળના વૃક્ષો જોવા મળે છે. રશિયાના ગામના લોકો શિયાળાના ખોરાક માટે ભોજનને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પડે છે. કેમ કે શિયાળાની ઋતુમાં ખોરાક ઓછો મળે છે. બધા શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવે છે. આ કોલ્ડ સ્ટોરેજને ભોયરામાં બનાવવામાં આવે છે. જેથી શાકભાજીની બરણીઓને વ્યવસ્થિત રીતે રાખી શકાય. અહીંયા ફ્લાવર, તરબૂચ, ટમેટાં, દ્રાક્ષ, મકાઈ વગેરેની ખેતીઓ થાય છે. મોટાં ભાગે અહીંયા ફળો અને શાકભાજીની ખેતીઓ વધારે થાય છે.

અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Published On - 9:30 pm, Wed, 7 September 22

Next Article