AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Stunt Video : આ રીતે થાય છે કાર ઉડાવવાનો સ્ટંટ, પોસ્ટ શેર કરીને રોહિત શેટ્ટી કહ્યું – ઈફેક્ટ…..

Car Stunt Video : બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી ટૂંક સમયમાં તેની આગામી સિરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' સાથે આવી રહ્યો છે. રોહિતે હાલમાં જ આ સિરીઝના શૂટિંગ સેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Car Stunt Video : આ રીતે થાય છે કાર ઉડાવવાનો સ્ટંટ, પોસ્ટ શેર કરીને રોહિત શેટ્ટી કહ્યું - ઈફેક્ટ.....
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 1:20 PM
Share

બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી આ દિવસોમાં પોતાની આગામી વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ને લઈને ચર્ચામાં છે. એક્શન ફિલ્મો લાવનારા રોહિતની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી શકી. આવી સ્થિતિમાં રોહિત શેટ્ટીને તેની આગામી સિરીઝથી ઘણી આશાઓ છે. તાજેતરમાં નિર્દેશકે તેના ઇન્સ્ટાગ્રામ પર શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે.

આ પણ વાંચો : Viral Video: સર્જરી બાદ સેટ પર પરત ફર્યો રોહિત શેટ્ટી, ફેન્સનો માન્યો આભાર, સિદ્ધાર્થે વીડિયો શેયર કરી કહ્યું તમે ઈન્સ્પિરેશન છો

એક્શન ફિલ્મોના નિર્માતા રોહિત શેટ્ટી માટે વર્ષ 2022 ખૂબ જ નિરાશાજનક રહ્યું. ગયા વર્ષે તેની ફિલ્મ ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ દિવસોમાં રોહિત તેની આગામી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. રોહિત ટૂંક સમયમાં તેની આગામી સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ સાથે આવી રહ્યો છે. રોહિતે હાલમાં જ આ સિરીઝના શૂટિંગ સેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટી ભૂતકાળમાં તેની આગામી વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોએ પણ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ સિરીઝના શૂટિંગ દરમિયાન રોહિતની સર્જરી પણ થઈ હતી. જો કે તે થોડાં સમય પછી સેટ પર શૂટિંગ માટે પાછો ફર્યો હતો. સીરિઝમાં જોવા મળી રહેલા એક્ટર સિદ્ધાર્થે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. જેમાં અભિનેતાએ કહ્યું હતું કે, તેને વધારે ઈજા થઈ નથી, હા બે આંગળીઓમાં ટાંકા આવ્યા છે.

જુઓ શેર કર્યો વીડિયો

શૂટિંગનો સીન સોશિયલ મીડિયા પર કર્યો છે શેર

રોહિત શેટ્ટીએ તેની આગામી વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માટે તૈયારી કરી લીધી છે. તે આ દિવસોમાં તેની સિરીઝમાં ખૂબ જ વ્યસ્ત છે. ડિરેક્ટરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સિરીઝના શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને રોહિત શેટ્ટીની ફિલ્મોની રાહ જોઈ રહેલા ચાહકોનો ઉત્સાહ પહેલાં કરતાં વધી ગયો છે. વીડિયોમાં પીળા રંગની કાર ઉડતી જોઈને તમને ખાતરી નહીં થાય કે તે વાસ્તવિક છે કે ઈફેક્ટ્સ.

રોહિતે કેપ્શનમાં લખી દિલની વાત

આ સીરીઝની ક્લિપ શેર કરતી વખતે, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે – જૂના કામ પર પાછા, હવે આવતા બે વર્ષમાં દેખાડીશ. આ રીતે ચાલતી કાર પલટી જાય છે. કોઈ વિઝ્યુઅલ ઈફેક્ટ નથી. બધું રો અને રિયલ છે. જો આ વેબ સિરીઝની વાત કરીએ તો, તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

જણાવી દઈએ કે ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ પૂરું થયા બાદ રોહિત શેટ્ટી તેની હિટ ફિલ્મ સિંઘમની સ્ક્વીલની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે. દીપિકા પાદુકોણ પણ પહેલીવાર અજય દેવગન સાથે ‘સિંઘમ 3’માં જોવા મળશે.

Follow Us
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
g clip-path="url(#clip0_868_265)">