AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: હવે સ્માર્ટ ટી-શર્ટ રાખશે તમારા હાર્ટનું ધ્યાન! ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી સ્માર્ટ ટી-શર્ટ

ટેક્સાસની રાઈસ યુનિવર્સિટીના (Rice University) વૈજ્ઞાનિકોએ સ્માર્ટ ટી-શર્ટ ડેવલપ કરી છે, જેના દ્વારા હાર્ટનું મોનિટર થઈ શકશે. ઉપરાંત આ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સ્માર્ટ ટી શર્ટ ચેસ્ટ સ્ટ્રેપથી પણ વધારે સારું કામ કરે છે.

OMG: હવે સ્માર્ટ ટી-શર્ટ રાખશે તમારા હાર્ટનું ધ્યાન! ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી સ્માર્ટ ટી-શર્ટ
Rice University Develop Smart Shirt That Can Monitor Your Heart Rate
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 11:51 PM
Share

OMG: અમેરિકાની રાઈસ યુનિવર્સિટી (Rice University)ના વૈજ્ઞાનિકો દ્વારા ‘સ્માર્ટ ટી -શર્ટ’ ડેવલપ કરવામાં આવ્યુ છે. જેનાથી હાર્ટનું મોનિટરીંગ કરી શકાશે. આ ‘સ્માર્ટ ટી -શર્ટ’ કાર્બન નેનોટ્યુબ ફાઈબરનો (Carbon nanotube fiber) ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે. જે તમારા હ્રદયના ધબકારાને ખૂબ જ સચોટ રીતે માપવા માટે મદદરૂપ બનશે. સંશોધકોનું કહેવું છે કે આ ટી-શર્ટમાં નેનોટ્યુબ ફાઈબર મટિરિયલની મદદથી વ્યક્તિના ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG)નું સચોટ પરિણામ મેળવી શકાશે.

કાર્બન નેનોટ્યુબ થ્રેડ્સના રિચર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: સંશોધક લોરેન ટેલર

રાઈસ યુનિવર્સિટીના સંશોધક લોરેન ટેલરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે”હાર્ટ મોનિટરિંગ માટે ટી-શર્ટને યોગ્ય રીતે છાતીના ભાગમાં ચોંટાડવાનું રહેશે. વધુમાં જણાવ્યુ કે ભવિષ્યમાં થનારા રિચર્સમાં કાર્બન નેનોટ્યુબ થ્રેડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેનાથી મોટાભાગની ચામડીનો ભાગ નેનો ફાઈબરના (Nano Fiber)ટચમાં રહી શકે. “ટેલરે જણાવ્યુ હતુ કે ટી શર્ટની ઝિગઝેક પેટર્ન એડજસ્ટેબલ છે અને સ્ટ્રેચેબલ કાપડ હોવાથી વધારે અનુકૂળ રહેશે.

સચોટ પરિણામ આપે છે આ સ્માર્ટ ટી-શર્ટ

ટી-શર્ટનું મટિરિયલ એવી રીતે તૈયાર કરાયું છે કે તે ઈલેક્ટ્રોડની (Electrode) જેમ કામ કરી શકે છે. તેને બ્લુટૂથ ટ્રાન્સમીટર જેવા ઈલેક્ટ્રોનિક્સથી કનેક્ટ કરવામાં આવ્યા છે અને આ ટ્રાન્સમીટરથી સ્માર્ટફોન કનેક્ટ કરી શકાશે. જેથી યુઝર તેની હાર્ટ એક્ટિવિટી(Heart Monitoring) એપમાં જ હાર્ટ મોનિટરિંગ કરી શકશે. ઉપરાંત ઈલેક્ટ્રોડની મદદથી હાર્ટનું ECG પણ કરી શકાય છે. સંશોધકોએ દાવો કર્યો હતો કે સ્માર્ટ ટી-શર્ટથી કરવામાં આવેલા ECGનું પરિણામ લેબ મશીનથી કરવામાં આવેલાં પરિણામથી વધારે અસરકારક છે.

 સ્માર્ટ ટી શર્ટ ચેસ્ટ સ્ટ્રેપથી વધારે સારું કામ કરે છે: દાવો

રાઈસ યુનિવર્સિટીના સંશોધક મેટિઓ પાસકુઆલીએ જણાવ્યુ હતુ કે આ કપડાંમાં કનેક્ટીવિટી સારી રહે છે. આ ટી શર્ટ પહેરવાથી યુઝરને કોઈ સમસ્યા થતી નથી. ટ્રાયલ દરમિયાન હાર્ટ મોનિટર કરનારા ચેસ્ટ સ્ટ્રિપ્સથી (Chest strips) સ્માર્ટ ટી શર્ટની સરખામણી કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે સ્માર્ટ ટી શર્ટ રિયલ ટાઈમમાં સચોટ પરિણામ આપે છે.

આ પણ વાંચો: ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાાએ અમેરિકી ડેપ્યુટી સેક્રેટરી સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દે થઈ ચર્ચા

આ પણ વાંચો:  આ માએ તેની 6 વર્ષની દિકરીને 19 બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દીધી, જ્યારે પોલીસ તેને બચાવવા પહોંચી તો દ્રશ્યો જોઇને ચોંકી ગઇ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">