આ માએ તેની 6 વર્ષની દિકરીને 19 બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દીધી, જ્યારે પોલીસ તેને બચાવવા પહોંચી તો દ્રશ્યો જોઇને ચોંકી ગઇ
આ રૂમમાં કોઇ બારી પણ ન હતી. તેવામાં આ બાળકી લાંબો સમય સુધી બિલાડીઓ સાથે આ બંધ રૂમમાં રહી અને તેણે જીવીત રહેવા માટે બિલાડીઓનું ખાવાનું જ ખાવુ પડ્યુ.
દુનિયાની બધી જ મા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ સમાચારમાં આપણે ઘણી વાર એવી ઘટનાઓ વિશે સાંભળતા હોઇએ છીએ જે આપણને ચોંકાવી દે. કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે જેના વિશે સાંભળીને તમારી આત્મા થરથરી જાય. હાલમાં એવો જ એક કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો જઇને તમે વિચારશો કે કોઇ મા આટલી પણ ક્રૂર હોઇ શકે.
રશિયાની (Russia) એક માતાએ તેની 6 વર્ષની દિકરીને 19 બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દીધી. આ સમાચાર સાંભળ્યા બાદ લોકોના મગજ બંધ થઇ ગયા. તો ચાલો જાણીએ સમગ્ર મામલો.
જે માએ પોતાની દિકરી સાથે આ પ્રકારનું ક્રૂર વર્તન કર્યુ છે તેનુ નામ છે એલ્પ્રિકા રેને. તેણે પોતાની 6 વર્ષીય બાળકી Datse ને 19 બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દીધી. આ રૂમમાં કોઇ બારી પણ ન હતી. તેવામાં આ બાળકી લાંબો સમય સુધી બિલાડીઓ સાથે આ બંધ રૂમમાં રહી અને તેણે જીવીત રહેવા માટે બિલાડીઓનું ખાવાનું જ ખાવુ પડ્યુ. આ દરમિયાન બાળકીની માતા તેને એક વાર પણ જોવા ન આવી
પોલીસને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે બાળકીનું રેસ્ક્યૂ કર્યુ. બિલાડીઓ સાથે રહેવાથી આ બાળકી પર ખરાબ અસર થઇ છે. તેના પર આ વાતની એટલી અસર થઇ છે કે બાળકી બોલવાનું પણ ભૂલી ગઇ. તે બિલાડીની જેમ જ ચાલવાનો પ્રયત્ન કરવા લાગી. એલ્પ્રિયા જાતે જ થોડા દિવસોમાં એક વાર એ જગ્યાની ગંદકી સાફ કરવા આવતી હતી. આ મહિલા પોતાની મોટી દિકરી સાથે બીજા સ્માર્ટ હોમમાં રહેતી હતી
જ્યારે આ મહિલાને પુછવામાં આવ્યુ કે તેણે પોતાની દિકરી સાથે આવુ વર્તન કેમ કર્યુ તો તેણે એક ટીવી ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ કે તેણે પોતાની દિકરીમાં 3 વર્ષની ઉંમરથી જ બદલાવ જોયા હતા. આ રહસ્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસ અધિકારીઓએ બિલાડીને ખાવાનું આપવા માટે એક વૃદ્ધને તેના ઘરમાં આવતા જતા જોયાં. આ માણસ જ આ ક્રૂર માતાનો ગોડફાધર હતો. આ માણસે પણ બાળકી સાથે આ વર્તન કરતા મહિલાને ન રોકી
આ પણ વાંચો –
IND vs ENG: ઝાહિર ખાનની ટીમ ઇન્ડીયાને સલાહ, આ બોલરને આરામ આપી જાડેજા સાથે અશ્વિનનો સમાવેશ કરો
આ પણ વાંચો –
Sidharth Shukla Net Worth : ‘બિગ બોસ’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા કરોડોની સંપત્તિના માલિક હતા, જાણો અભિનેતાની નેટવર્થ
આ પણ વાંચો –