Viral Video : પંજાબી યુવકે મોંઢાથી વગાડ્યુ સંગીત, યુઝર્સે કહ્યું – સાંભળીને મજા આવી !
Amazing Talent Video : ભારત સહિત આખી દુનિયામાં એકથી એક અદ્દભુત ટેલેન્ટ ધરાવતા લોકો રહે છે. તેમાંથી ઘણા લોકો માટે ઈન્ટરનેટની સુવિધા ના હોવાને કારણે તેમનું ટેલેન્ટ દુનિયાને જોવા મળી મળતુ. હાલમાં આવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : તમારી આસપાસ તમે ઘણા ટેલેન્ટેડ લોકો જોયા હશે. કેટલાક લોકોમાં તો એવું અદ્દભુત ટેલેન્ટ હોય છે કે જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. કોઈની માટે શાનદાર સિગિંગનું ટેલેન્ટ હોય છે તો કેટલાક લોકો માટે અદ્દભુત ડાન્સનું ટેલેન્ટ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. જે પોતાના મોંઢાથી સંગીત વગાડી શકે છે. તેનો વીડિયો જોઈ તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક પંજાબી લોકો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ટ્રેનનો નજારો જોવા મળી રહ્યો છે. એક પંજાબી યુવક મોંઢાથી અલગ અલગ રીતે સંગીત વગાડી રહ્યો છે. તે જે અંદાજમાં સંગીત વગાડે છે તેને જોઈને લાગે છે કે તે કોઈ સંગીત વાદ્ય વગાડી રહ્યો છે. લોકોની અલગ અલગ ડિમાન્ડ પર તે યુવક ટ્રેનમાં ઊભા રહીને મોંઢામાંથી શહેનાઈ જેવા વાદ્યો વગાડી રહ્યો છે. તે ઘોડાનો અવાજ પણ કાઢે છે.
આ પણ વાંચો : OMG: એક કીડાએ વ્યક્તિની જીંદગી બરબાદ કરી, સારવારમાં ખર્ચ્યા 52 લાખ, છતાં કાપવા પડ્યા શરીરના આ ભાગો !
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ પણ વાંચો : Twitter Logo: ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર indiansingers_insta નામની આઈડી દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 16 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 1 લાખ જેટલી લાઈક્સ પણ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આવા અદ્ભુત ટેલેન્ટના વીડિયો ભાગ્યે જ જોવા મળે છે.
આ પણ વાંચો : હદ છે આ તો !, દિલ્હીમાં પાર્કિંગ બાબતે કેટલાક લોકોએ દંપતીને બેરેહમીથી માર માર્યો, video viral
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ યુવકને કોઈપણ સંગીત વાદ્યની જરુર નથી. બીજા એક યુઝરે લખ્યું છે કે, આવુ ટેલેન્ટ ભાગ્યે જ જોવા મળે છે. ત્રીજા યુઝરે વિચિત્ર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ ભાઈ જમવામાં સંગીત વાદ્ય ખાતો હશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.