પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ નહીં આપતા આ છોકરાએ કર્યો અનોખો જુગાડ

|

Jul 31, 2022 | 11:19 PM

સોશિયલ મીડિયા પર તમે જુગાડના અનેક વીડિયો (Viral Video) જોયા જ હશે.આવા જુગાડના વીડિયો લોકોને ખુબ મનોરંજન આપે છે તેથી ખુબ વાયરલ થતા હોય છે.

પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ નહીં આપતા આ છોકરાએ કર્યો અનોખો જુગાડ
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Jugaad Video for Petrol: ભારતીયો બધા ક્ષેત્રમાં આગળ છે. ક્રિકેટ જેવી રમતો, આઈટી ક્ષેત્ર, ઉદ્યોગ, વસ્તી અને સાથે સાથે જુગાડમાં પણ. ભારતની 130 કરોડની વસ્તીમાંથી લગભગ અડધી વસ્તી પૈસાની બચત કરવામાં માને છે. તેથી તેઓ પોતાના કામ ઓછો પૈસામાં પાર પાડવા માટે અનોખા જુગાડ કરે છે. સોશિયલ મીડિયા પર તમે જુગાડના અનેક વીડિયો (Viral Video) જોયા જ હશે. આવા જુગાડના વીડિયો લોકોને ખુબ મનોરંજન આપે છે, તેથી ખુબ વાયરલ થતા હોય છે. આ જુગાડ માટે ચાલાક મગજની જરુર પડે છે અને તેનાથી જ લોકો પ્રભાવિત થતા હોય છે.

આ વીડિયોમાં એક છોકરો પેટ્રોલ ભરાવવા માટે એવો જુગાડ કરે છે કે લોકો હંસી પડે છે. પેટ્રોલ પંપ પર વાહન સિવાય કોઈ બોટલમાં પેટ્રોલ આપવામાં નહીં આપવામાં આવતુ હતુ. છેલ્લે તેણે બોટલમાં પેટ્રોલ ભરાવવા માટે એવો જુગાડ કરે છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ હેરાન થઈ જાય છે. તેની બાઈકમાં પેટ્રોલ ના હોવાથી બંધ થઈ હતી અને તે પેટ્રોલ પંપ લાવી શકે તેમ ના હોવાથી તે બોટલમાં પેટ્રોલ લેવા આવ્યો હતો. તેને પેટ્રોલ બોટલમાં ના મળ્યુ, તેથી તે હેરાન થઈ ગયો. છેલ્લે તે બાઈકની ટાંકીને સાઈકલ પર લઈને આવ્યો અને તેની વચ્ચે બોટલ રાખી. પેટ્રોલ પંપના કર્મચારીઓ આ જુગાડ જોઈ હંસી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર @Raajeev_Chopra નામની આઈડી પરથી ટ્વિટર પર શેર કરવા આવ્યો છે. આ પોસ્ટનું કેપ્શન પણ ખુબ જ ફની છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોવાઈ રહ્યો છે.તેના પર લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.લોકોએ આ વીડિયો ખુબ પંસદ કર્યો છે.

Next Article