શિયાળામાં નાહવા માટે પ્રેરણા જોઇએ છે ? જુઓ આ પોપટને જે જાતે જ નળ ચાલુ કરી નહાઈ રહ્યો છે

|

Nov 28, 2021 | 7:17 AM

હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે. તે જોયા પછી, તમને ચોક્કસપણે નહાવાની પ્રેરણા મળશે કારણ કે એક પોપટ તમને પ્રેરણા આપવા આવ્યો છે, જે જાતે જ નળ ખોલીને સ્નાનનો આનંદ માણી રહ્યો છે.

શિયાળામાં નાહવા માટે પ્રેરણા જોઇએ છે ? જુઓ આ પોપટને જે જાતે જ નળ ચાલુ કરી નહાઈ રહ્યો છે
Viral Video

Follow us on

કુદરતે બનાવેલી આ દુનિયામાં માત્ર માણસો જ નહીં પરંતુ બુદ્ધિશાળી પક્ષીઓ અને પ્રાણીઓ પણ છે. ઘણી વખત આ જીવો કંઈક એવું કરી નાખે છે કે માણસો પોતાનુ માથું ખંજવાડવા લાગે છે. જ્યારે પણ સમજદાર પક્ષીઓની વાત થાય છે, ત્યારે સૌથી પહેલું નામ આવે છે પોપટનું (Parrot). આ જ કારણ છે કે આ પક્ષી મનુષ્યને સૌથી વધુ પ્રિય છે અને પોપટ પણ મનુષ્યની નજીક રહેવાનું પસંદ કરે છે, અને સમય જતાં તેઓ એ જ ભાષામાં બોલવાનું શરૂ કરે છે. હાલના દિવસોમાં પણ પોપટનો (Viral Video of a Parrot) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ દંગ રહી જશો.

આપણે બધા જાણીએ છીએ કે શિયાળો આવી ગયો છે અને લોકો નહાવાનું ટાળવા માટે અવનવા નુસખા અપનાવતા રહે છે. લોકો તમામ પ્રકારની જાદુગરી કરીને ગરમ પાણી મેળવે છે. પરંતુ આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. તે જોયા પછી, તમને ચોક્કસપણે નહાવાની પ્રેરણા મળશે કારણ કે એક પોપટ તમને પ્રેરણા આપવા આવ્યો છે, જે જાતે જ નળ ખોલીને સ્નાનનો આનંદ માણી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોપટ રસોડાના સિંક પાસે ઊભો છે. એવું લાગે છે કે તેને નહાવામાં ખૂબ જ રસ છે અને તે જાતે જ સિંકનો નળ ખોલતો જોવા મળે છે. નળ ખોલ્યા પછી, તે તેના પગથી પાણીનું તાપમાન માપે છે અને પછી તેમાં સ્નાન કરવાનું શરૂ કરે છે. એટલામાં પાછળથી બીજા પોપટનો અવાજ આવે છે, જાણે તે બોલી રહ્યો હોય, ‘ભાઈ, મારે પણ નહાવું છે’. તે જ સમયે, વીડિયો બનાવતી મહિલા પાણી બચાવવા માટે પાણીની સ્પીડ ઓછી કરે છે, પરંતુ પોપટ પૂરપાટ ઝડપે નળ ખોલે છે.

26 સેકન્ડનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ ફની કમેન્ટ્સ દ્વારા આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. વીડિયો જોઈ રહેલા એક યુઝરે કહ્યું, પોપટ ખરેખર ઠંડા પાણીની મજા માણી રહ્યો છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ, હું પણ પહેલા આ જ રીતે પાણી ચેક કરું છું.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, આ વીડિયો જોયા પછી મને મારું બાળપણ યાદ આવી ગયું. આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 28 નવેમ્બર: વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો લાવવાની જરૂર, ઘર પરિવાર માટે થોડો સમય કાઢવો

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 28 નવેમ્બર: પડોશીઓ સાથે ચાલી રહેલા જૂના મતભેદોને ઉકેલવા માટે સમય સારો, પતિ-પત્ની વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે

Next Article