AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ફૂડ ડિલિવરી સર્વિસ લેવાના આદી બનેલા લોકો માટે ગીત, શબ્દો અસર કરી જશે

ફૂડ ડિલિવરી સર્વિસ લેવાના આદી બનેલા વ્યક્તિની મજાક ઉડાવે છે જેઓ ઘરે બનાવેલ ખોરાક ખાતા નથી અને ઓર્ડર કરીને પેટ ભરે છે. આ ગીતના શબ્દોમાં રમુજી પ્રશ્નો પણ છે જેમ કે, "ઘર પે જબ આટા થા તો પીઝા લાયા ક્યૂં? અંડા હી ખા લેતા, યે મોમો ખાયા ક્યૂં?"

Viral Video : ફૂડ ડિલિવરી સર્વિસ લેવાના આદી બનેલા લોકો માટે ગીત, શબ્દો અસર કરી જશે
song based on food delivery fans
| Updated on: Jul 11, 2025 | 3:44 PM
Share

નાની ક્રેવીંગ હોય કે પછી બપોરનું કે રાતનું ભોજન લોકો હોટેલ્સ પર જવાને બદલે હવે ઘરે જ હોટેલને બોલાવી રહ્યા છે એટલે કે ટાઈમ બચાવવા લોકો ઓર્ડર કરીને ફૂડ ઘરે જ મંગવવા લાગ્યા છે અને આ ફૂડ ડિલિવરી એપ્લિકેશથી હવે આ કરવું પણ સરળ બન્યું છે, આજે મોટાભાગના લોકો ડિલિવરી દ્વારા ફૂડ મંગાવીને ખાવાના વ્યસની બની ગયા છે. ત્યારે જો તમે આ આદત છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે આ એક ગીત જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

ફૂડ ડિલિવરી સર્વિસ લેવાના આદી બનેલા લોકો માટે ગીત

બાલા, કનિકા ગુપ્તા અને રોહિત ચટ્ટોપાધ્યાયે ફૂડ ડિલિવરીના વ્યસન પર એક પેરોડી ગીત બનાવ્યું છે, જે તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું છે અને તે બાદથી ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યું. આ ગીત જસ અને મિક્સસિંહ દ્વારા ગવાયેલા “સુનિયાં સુનિયાં” ગીતથી પ્રેરિત છે.

Video credit: @sumanpal

ગીતના શબ્દો જબરદસ્ત

આ પેરોડી સોંગ ફૂડ ડિલિવરી સર્વિસ લેવાના આદી બનેલા વ્યક્તિની મજાક ઉડાવે છે જેઓ ઘરે બનાવેલ ખોરાક ખાતા નથી અને ઓર્ડર કરીને પેટ ભરે છે. આ ગીતના શબ્દોમાં રમુજી પ્રશ્નો પણ છે જેમ કે, “ઘર પે જબ થા આટા તો પીઝા લાયા ક્યૂં? અંડા હી ખા લેતા, યે મોમો ખાયા ક્યૂં?” આ ગીત એ પણ બતાવે છે કે સમય જતાં ખોરાક ઓર્ડર કરવાની આદત કેવી રીતે મજબૂત થઈ છે અને લોકોને આળસનું પ્રતિક બનાવી રહી છે.

વીડિયોએ લોકોના મન પર કરી અસર

આ ગીતે પર યુઝર્સ પણ જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે, તેમાના એક યુઝરે કહ્યું, “આ વીડિઓ મારી માતા સુધી ન પહોંચવો જોઈએ. બીજા એક વ્યક્તિએ કહ્યું, “તમે જે રીતે તેને રજૂ કર્યું તે મને ખૂબ ગમ્યું. આ અંગે ત્રીજો એક યુઝરે લખે છે, “ખુબ સરસ, ગીત અને ટોણો બન્ને દિલને અસર કરી ગયો

Viral Video: ચાલતી ટ્રેનમાં દરવાજે ઉભી રહી રીલ બનાવતી હતી છોકરી ! તેની માતા જોઈ ગઈ અને પછી જે કર્યું..આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">