‘મારી વાત માની લો IMFને ટાટા કહી દો’ – આર્થિક સંકટ ખતમ કરવા એક મૌલવીની શાહબાઝ સરકારને સલાહ, જુઓ Viral Video

|

Feb 08, 2023 | 11:40 PM

એક મૌલાનાએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને સલાહ આપતા દાવો કર્યો હતો કે જો તેનું પાલન કરવામાં આવશે તો IMF પાસેથી મદદ લેવાની જરૂર નહીં રહે અને પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવી જશે.

મારી વાત માની લો IMFને ટાટા કહી દો - આર્થિક સંકટ ખતમ કરવા એક મૌલવીની શાહબાઝ સરકારને સલાહ, જુઓ Viral Video
Pakistan Viral Video
Image Credit source: Twitter

Follow us on

પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, હવે તે માત્ર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના બેલઆઉટ પેકેજની રાહ જોઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન એક મૌલાનાએ વડાપ્રધાન નવાઝ શરીફને સલાહ આપતા દાવો કર્યો હતો કે જો તેનું પાલન કરવામાં આવશે તો IMF પાસેથી મદદ લેવાની જરૂર નહીં રહે અને પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવી જશે.

આ પણ વાંચો: Pakistan: સૈન્યએ 12 તાલિબાનોને ઠાર કર્યા, દારૂગોળો અને અફઘાની ચલણ જપ્ત

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મૌલવી નસીર મદની નામના આ મૌલવીનું કહેવું છે કે પીએમ શરીફે 57 મુસ્લિમ દેશો સાથે એક-એક અબજ ડોલરની કમિટી બનાવવી જોઈએ. પાકિસ્તાન પહેલી કમિટી પોતાની પાસે રાખે અને IMFને અલવિદા ટાટા કહી દો. મૌલવી મદનીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના આર્થિક સંકટના ઉકેલ તરીકે આ પ્રકારની વિચિત્ર સલાહ આપવામાં આવી હોય. આ પહેલા તહરીક-એ-લબૈક પાકિસ્તાન પાર્ટીના નેતા સાદ રિઝવીએ કહ્યું હતું કે દુનિયા પાસેથી ભીખ માંગવાને બદલે શાહબાઝ સરકારે હાથમાં પરમાણુ બોમ્બ લઈને પૈસા માંગવા જોઈએ.

પાકિસ્તાન 9મી ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 9 ફેબ્રુઆરીએ IMF પાકિસ્તાન માટે મદદની જાહેરાત કરી શકે છે. IMF 1.3 બિલિયન ડોલરની સહાય જાહેર કરી શકે છે. જો કે એવી પણ આશંકા છે કે પાકિસ્તાનની વર્તમાન આર્થિક સ્થિતિને જોતા આ રકમ ઘણી ઓછી સાબિત થશે.

જણાવી દઈએ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આર્થિક સંકટ એટલું મોટું છે કે દેશ નાદારીની આરે ઉભો છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારીનો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

ખાણી-પીણીની સાથે સાથે રોજબરોજ વપરાતી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ બેફામ વધારો થયો છે. માસુમ બાળકોને દૂધ પણ મળતું નથી. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત છે. પાકિસ્તાની રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. એક ડૉલરની કિંમત 270 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

પાકિસ્તાનમાં મોંઘવારીએ જાન્યુઆરી 2023માં નવો રેકોર્ડ બનાવ્યો છે અને 1975 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વિદેશી મુદ્રા ભંડારના અભાવને કારણે શાહબાઝ શરીફની સરકારે આયાતમાં ઘટાડો કર્યો છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ ન્યૂઝપેપરના અહેવાલ મુજબ, બંદરો પર ખાદ્ય પદાર્થો, કાચો માલ અને સાધનોના હજારો કન્ટેનર અટવાયેલા છે.

Next Article