Pakistan News: પાકિસ્તાનમાં 900 ફૂટની ઉંચાઈએ લટકી પડી કેબલ કાર, રેસ્ક્યુનો હચમચાવી નાખનારો Video Viral

|

Aug 22, 2023 | 8:10 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેબલ કાર અલાઈ ખીણમાં 900 ફૂટની ઊંચાઈએ લટકી રહી છે. જો કે હેલિકોપ્ટરની મદદથી કેબલ કારમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે તેમને બચાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Pakistan News: પાકિસ્તાનમાં 900 ફૂટની ઉંચાઈએ લટકી પડી કેબલ કાર, રેસ્ક્યુનો હચમચાવી નાખનારો Video Viral
Pakistan News: Cable car stuck at a height of 900 feet in Pakistan, shocking video of rescue

Follow us on

જો તમને યાદ હોય તો, ગયા વર્ષે ઝારખંડમાં એક ભયંકર રોપ-વે અકસ્માત થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. વાસ્તવમાં, ઘણા પ્રવાસીઓ રોપ-વે ટ્રોલીમાં ફસાયા હતા, તેમને બચાવવા માટે, ઘણા કલાકો સુધી બચાવ અભિયાન ચાલ્યું હતું. હવે આવો જ એક મામલો પાકિસ્તાનમાં પણ ચર્ચામાં છે. અહીં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક કેબલ કાર લગભગ 900 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ છે, જેમાં 8 લોકો સવાર હતા.

જેમાંથી 6 શાળામાં અભ્યાસ કરતા બાળકો છે, જેમની ઉંમર 10 થી 16 વર્ષની વચ્ચે છે. આટલી ઊંચાઈએ અટકી જવાથી તેનો જીવ વચ્ચે લટકી રહ્યો છે. જો કે તેમને બચાવવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે, પરંતુ જેનો દિલધડક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેબલ કાર અલાઈ ખીણમાં 900 ફૂટની ઊંચાઈએ લટકી રહી છે. જો કે હેલિકોપ્ટરની મદદથી કેબલ કારમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે તેમને બચાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જુઓ હચમચાવી નાખનારો રેસ્કયુનો વિડિયો

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કેબલ કાર હવામાં લટકી રહી છે અને ઉપર એક હેલિકોપ્ટર ઉડી રહ્યું છે, જેમાંથી એક વ્યક્તિ દોરડા પર લટકીને લોકોને બચાવવા નીચે જઈ રહ્યો છે. તે જ સમયે, ઘણા લોકો નીચે એકઠા થયેલા જોવા મળે છે, જેઓ આ હૃદયદ્રાવક બચાવ કામગીરીને જોઈ રહ્યા છે. આ સિવાય અન્ય વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ વીડિયો એવો છે કે જેને જોઈને કોઈના પણ રોળાઈ જશે.

હવે તમે વિચારતા હશો કે આટલી ઊંચાઈએ આ લોકો કેબલ કારમાં કેવી રીતે ફસાઈ ગયા? તો અમે તમને જણાવી દઈએ કે ખૈબર પખ્તુનખ્વાનો આ વિસ્તાર ભલે ખૂબ જ સુંદર હોય, પરંતુ અહીં ન તો રસ્તા છે અને ન તો મૂળભૂત સુવિધાઓ. આવી સ્થિતિમાં લોકોને એક ટેકરી પરથી બીજી ટેકરી પર જવા માટે કેબલ કારનો ઉપયોગ કરવો પડે છે. કેબલ કારની મદદથી જ લોકોને ખાવા-પીવાની વસ્તુઓ પહોંચાડવામાં આવે છે.

Next Article