AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસ પર પવિત્ર ચારીએ છેડ્યા વંદેમાતરમ્ ના અદ્ભૂત સૂર… અમેરિકન કલાકારોએ આપ્યો સાથ, જુઓ VIDEO

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસનો યુએસ એમ્બેસીએ એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં મૂળ ભારતની પવિત્ર ચારી સાથે બે અમેરિકન વંદે માતરમ્ ગીત પર પરફોર્મ કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસ પર પવિત્ર ચારીએ છેડ્યા વંદેમાતરમ્ ના અદ્ભૂત સૂર... અમેરિકન કલાકારોએ આપ્યો સાથ, જુઓ VIDEO
Vande Matram Song by Pavithra Chari and US Artist
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 3:23 PM
Share

વિવિધ ધર્મો, આસ્થાઓ અને સંસ્કૃતિઓના દેશ ભારતમાં દરરોજ કોઈને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. દરેક ધર્મમાં તહેવારો ઉજવવાની પરંપરા છે, પરંતુ કેટલાક તહેવારો એવા છે, જે દરેક દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ છે અને સમગ્ર દેશમાં આદર અને પ્રેમથી ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી પણ એવો જ એક દિવસ છે, જે દેશનો રાષ્ટ્રીય તહેવાર છે. ત્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ કરવામાં આવી રહી છે.

યુએસ એમ્બેસીએ વીડિયો શેર કર્યો

ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ આ દિવસની ધુમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ દિવસને લઈને ભારતમાં જ નહી પણ વિદેશમાં રહેતા ભારતીયો તેની ધુમધામથી ઉજવણી કરી રહ્યા છે.

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસનો યુએસ એમ્બેસીએ એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં મૂળ ભારતની પવિત્ર ચારી સાથે બે અમેરિકન વંદેમાતરમ ગીત પર પરફોર્મ કરી રહ્યા છે. જણાવવું રહ્યું કે આ ટ્રાયો દ્વારા ગવાયેલ ગીત પૈકી પવિત્ર ચારી એ પ્રતિભા છે કે જેમની રચના આ વર્ષે ગ્રેમી નામાંકિત યાદીમાં સામેલ થઈ હતી.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

વીડિયોમાં બે અમેરિકન કલાકારો ગિટાર અને વાંસળીના સૂર રેલાવી રહ્યા છે અને પવિત્ર ચારી ભારતીયોના દિલમાં વસેલું એવું વંદેમાતરમ્ ગાય છે. આ વીડિયોને અમેરિકન એમ્બેસીએ આજના આ ગણતંત્ર દિવસ પર પોસ્ટ કરી ગણતંત્ર દિવસની ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. તેમજ કેપ્શનમાં લખ્યું હતુ કે આશા છે આ ગીત તમને ખુબ ગમશે.

g clip-path="url(#clip0_868_265)">