OMG !! બોસ પર આવ્યો ગુસ્સો તો કર્મચારીએ આખી બિલ્ડિંગ સળગાવી દીધી, જાણો વિગત

|

Dec 25, 2021 | 5:18 PM

કર્મચારીનો વાંકએ હતો કે તેણે વેચાવા માટે રાખવામાં આવેલ સામાનની પ્રાઇસ ટેગ ખોટી રીતે લખી હતી. આના કારણે બોસ ગુસ્સે થઈ ગયા હતા અને બધાની સામે ઠપકો આપીને નોકરીમાંથી કાઢી મૂકયો હતો. આ ઘટના 21 ડિસેમ્બરની છે.

OMG !! બોસ પર આવ્યો ગુસ્સો તો કર્મચારીએ આખી બિલ્ડિંગ સળગાવી દીધી, જાણો વિગત
Fire In Super Store

Follow us on

કેટલીક વાર કર્મચારીઓની નાની ભૂલ પર તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આવી સ્થિતીમાં મોટેભાગે કર્મચારી કઇ કરી શક્તો નથી અને પોતાના માટે અન્ય જગ્યાએ નોકરી શોધી લે છે. પરંતુ હાલમાં એક એવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો.

ગુસ્સામાં આવીને કાઢી મૂકેલા ઓક કર્મચારીએ આખી ઇમારતને આગ લગાવી દીધી હતી. આ ઘટના રશિયાના ટોમસ્કની (Tomsk, Russian city) છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. જેમાં નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ કર્મચારીએ ગુસ્સે થઈને આખો સુપર સ્ટોર સળગાવી દીધો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બોસ ગુસ્સે થતાં નોકરીમાંથી કાઢી મૂક્યો

કર્મચારીની એક ભૂલ હતી કે તેણે વેચાવા માટે રાખવામાં આવેલ સામાનની પ્રાઇસ ટેગ ખોટી લગાવી હતી. આ જોઈને બોસ ગુસ્સે થયો અને તેને બધાની સામે ઠપકો આપી નોકરીમાંથી કાઢી મૂક્યો. આમ થવાથી કર્મચારી ગુસ્સે થઈ ગયો અને તેણે બદલો લેવા માટે આખા સુપર સ્ટોરને આગ લગાવી દીધી.

જ્યારે કર્મચારીએ આ સ્ટોરમાં આગ લગાવી ત્યારે 200થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હતા. તે તમામ લોકોને આગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બોસ હંમેશા તે કર્મચારીના કામમાં ખામીઓ શોધતા જેનાથી એલેક્ઝાન્ડર નામનો આ કર્મચારી હંમેશા ઉદાસ રહેતો.

સુપર સ્ટોરમાં લગાવી દીધી આગ

એલેક્ઝાન્ડરે સુપર સ્ટોરમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લગાવ્યા બાદ તેના પર દારૂ રેડ્યો. જેના કારણે આખો સુપર સ્ટોર જોત જોતામાં સળગવા લાગ્યો. આગ લગાડ્યા બાદ એલેક્ઝાન્ડર તરત જ સ્થળ પરથી ભાગી ગયો. પોલીસે કહ્યું કે કર્મચારી સામાન પર ખોટા પ્રાઇસ ટેગ લગાડી રહ્યો હતો જ્યાર બાદ તેના બોસે તમામ સામાન પર ફરીથી ટેગ લગાવવા જણાવ્યુ. જો કે આરોપી કામ કરવા માંગતો ન હતો, તેનું આ વર્તન જોઇને બોસને ગુસ્સો આવ્યો અને તેણે એલેક્ઝાન્ડરને કાઢી મુક્યો.

જેના કારણે આરોપીઓએ સુપર સ્ટોરને આગ લગાવી દીધી હતી. સુપર સ્ટોરમાં આગની ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ લાગ્યા બાદ ચારેબાજુ ધુમાડો જ ધુમાડો ફેલાઈ ગયો હતો. લગભગ 11 કલાક બાદ આગને કાબુમાં કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

આ પણ વાંચો –

India-South Africa Relations: કોરોના સંકટ હોવા છતાં 2021માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો થયા મજબૂત, ભારતે સતત કરી મદદ

આ પણ વાંચો –

હુતી વિદ્રોહીઓએ ફરી એકવાર સાઉદી અરેબિયા પર કર્યો હુમલો, જીઝાન શહેર પર છોડવામાં આવી મિસાઈલ, બે નાગરિકોના મોત

Next Article