OMG! ઓનલાઇન ઓર્ડર કર્યો હતો સાબુ અને પાર્સલમાંથી નીકળ્યો Realme Pad, જાણો પછી શું થયુ
Twitter વપરાશકર્તા @AnilGanti એ realme પેડની તસવીર લીધી અને કેપ્શનમાં લખ્યું, 'ફ્લિપકાર્ટ પરથી સાબુકનો ઓર્ડર આપ્યો અને મને આ મળ્યુ. શું આ કૌભાંડ છે ? તેણે પોતાના નવા રિયલમી પેડનો ફોટો શેર કર્યો છે.

હાલમાં ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર સેલ ચાલી રહ્યા છે. લાખો લોકોએ આ સેલમા પોતાના જરૂરિયાતની વસ્તુઓ ખરીદી. આ પ્રકારના સેલમાં ઉંચા ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ મળવાથી યૂઝર્સને ખૂબ ફાયદો થાય છે. પરંતુ કેટલીક વાક લોકો સાથે સ્કેમ થઇ જાય છે તેઓ ઓર્ડર કઇંક કરે છે અને તેમના ઘરે ડિલીવર કઇંક અલગ વસ્તુ થઇ જાય છે. આવી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વાર વાયરલ થાય છે.
ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ પૂરો થયો. સ્માર્ટફોન અને ઘણી પ્રોડક્ટ્સ ખૂબ સસ્તામાં વેચાય છે. આઇફોન, સેમસંગ અને શ્યાઓમીના સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોક થઇ ગયા હતા. વેચાણ દરમિયાન એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિએ આઇફોન 12 મંગાવ્યો હતો, પરંતુ તેને સાબુ પહોંચાડવામાં આવ્યો હતો. તેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. હવે ટ્વિટર પર એક યુઝરે ફ્લિપકાર્ટની અલગ રીતે મજાક ઉડાવી છે. ચાલો જાણીએ શું છે મામલો
Twitter વપરાશકર્તા @AnilGanti એ realme પેડની તસવીર લીધી અને કેપ્શનમાં લખ્યું, ‘ફ્લિપકાર્ટ પરથી સાબુકનો ઓર્ડર આપ્યો અને મને આ મળ્યુ. શું આ કૌભાંડ છે ? તેણે પોતાના નવા રિયલમી પેડનો ફોટો શેર કર્યો છે.
Ordered soap bars from Flipkart and I got this instead.
What a scam /s #Flipkart #BigBillionDays pic.twitter.com/q17xUaBV52
— Anil (@AnilGanti) October 10, 2021
આના પર ફ્લિપકાર્ટનો જવાબ આવ્યો. તેમણે જવાબ આપ્યો અને લખ્યું, ‘માફ કરશો, અમે તમારી ચિંતા સમજીએ છીએ. અમે તમને મદદ કરવા માટે અહીં છીએ. કૃપા કરીને અમારી સાથે ઓર્ડર આઈડી શેર કરો જેથી અમે તેની તપાસ કરી શકીએ અને તમને આગળ મદદ કરી શકીએ. તમારા પ્રતિભાવની રાહ. ‘
Sorry to hear that. We are here to help you. Please share your order ID with us so that we can look into it and assist you further. Awaiting your response. (1/2)
— FlipkartSupport (@flipkartsupport) October 10, 2021
તે પછી અનિલે જવાબ આપ્યો, ‘ત્વરિત જવાબ માટે આભાર. પણ તે મજાક હતી. મેં રીઅલમી પેડનો જ ઓર્ડર આપ્યો હતો અને મને તે ગઈકાલે મળ્યો હતો.
Hi thanks for the swift response, but the Tweet in question is a joke. I ordered a Realme Pad and got it a day early.
— Anil (@AnilGanti) October 10, 2021
તમને જણાવી દઈએ કે આવો કિસ્સો પહેલીવાર નથી બન્યો. અગાઉ આ વ્યક્તિએ ફ્લિપકાર્ટ પરથી iPhone 12 મંગાવ્યો હતો. બોક્સ ખોલ્યું ત્યારે તેમાંથી સાબુ નીકળ્યો.
આ પણ વાંચો –
Tata Group ના આ શેરથી Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?
આ પણ વાંચો –