લોકલ રજનીકાંતે સુપરસ્ટાર રજનીકાંતની જેમ સ્ટાઈલથી સળગાવી બીડી, લોકોએ કહ્યું ‘વાહ શું સ્વેગ છે’ જુઓ Viral Video

|

Sep 15, 2022 | 1:23 PM

એક કાકા સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત (Superstar Rajinikanth)ની જેમ બીડી પીતા સ્વેગ બતાવી રહ્યા છે, જેને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેમના ફેન થઈ ગયા છે. ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ 'ચાચા' સ્વેગ પાછળનું રહસ્ય શું છે.

લોકલ રજનીકાંતે સુપરસ્ટાર રજનીકાંતની જેમ સ્ટાઈલથી સળગાવી બીડી, લોકોએ કહ્યું વાહ શું સ્વેગ છે જુઓ Viral Video
Old man Viral Video
Image Credit source: Twitter

Follow us on

આજના બદલાતા સમયમાં લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યાં પહેલા લોકો કંઈપણ નવું કરતા પહેલા દસ વાર વિચારતા હતા, હવે લોકો પોતાની સ્ટાઈલમાં સ્વેગ બતાવતા જોવા મળે છે. બાળકો હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જીવનનો આનંદ માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર આવા વીડિયો (Viral Video)જોવા મળે છે, જેમાં લોકો પોતાના શોખને પાંખો આપીને પોતાની શરતો પર જીવન જીવતા હોય છે. હવે આ વીડિયો જુઓ જે હાલમાં જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાકા સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત (Superstar Rajinikanth)ની જેમ બીડી પીતા સ્વેગ બતાવી રહ્યા છે, જેને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેમના ફેન થઈ ગયા છે.

આ વાયરલ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ જે રીતે બીડી પી રહ્યા છે તે જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ‘ચાચા’ સ્વેગ પાછળનું રહસ્ય શું છે. ઈન્ટરનેટ પર વૃદ્ધનો વીડિયો જોઈને લોકો તેમના ફેન થઈ ગયા છે. વીડિયોમાં સળગતી બીડી સાથે વૃદ્ધની જબરદસ્ત સ્ટાઈલ ખરેખર ચોંકાવી દે તેવી છે. વીડિયોમાં વૃદ્ધની સ્ટાઈલ જોયા પછી તમને સુપરસ્ટાર ‘રજનીકાંત’ ચોક્કસ યાદ આવશે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

આમ તો સુપરસ્ટાર ‘રજનીકાંત’ની સ્ટાઈલના દરેક દિવાના છે, ત્યારે કોઈ તેમની સ્ટાઈલની નકલ કરતા હોય છે, કોઈ તેમના પહેરવેશની રીત, કેટલાક તેમના ડાયલોગ બોલીને પોતાને ‘રજનીકાંત’ માને છે, તો કેટલાક તેમના સ્વેગની નકલ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વૃદ્ધ સુપરસ્ટાર ‘રજનીકાંત’ની સ્ટાઈલની નકલ કરતા જોવા મળે છે.

વીડિયોમાં તમે જોશો કે રસ્તાની બાજુમાં એક ‘ચાચા’ ઉભા છે, જે બીડી સળગાવીને સુપરસ્ટાર ‘રજનીકાંત’ના સ્વેગમાં બીડી પીવે છે. આ દરમિયાન વૃદ્ધ બીડીને સળગાવી હવામાં ફેંકે છે અને મોઢામાં લે છે અને પછી અનોખી રીતે તેના મોઢામાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. વીડિયોમાં વૃદ્ધની આ સ્ટાઇલ ખરેખર કમાલ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને ભલભલા ચોંકી ગયા છે. ત્યારે યુઝર્સ વીડિયો જોઈને વૃદ્ધની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયો અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર લાઇક્સ, કમેન્ટ્સની આવી રહી છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, ‘આ બાબુ રાવની સ્ટાઈલ છે.’ અન્ય યુઝરે કહ્યું, ‘શું સ્વેગ છે.’

Next Article