વૃદ્ધે મહિલા સાથે કર્યો એવો ડાન્સ કે જોઈને તમે રહી જશો દંગ, જુઓ 10 ફની વાયરલ વીડિયો

|

Oct 05, 2022 | 4:53 PM

થોડીક સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી રહી છે. આ વીડિયો (Dance Viral Video)ને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

વૃદ્ધે મહિલા સાથે કર્યો એવો ડાન્સ કે જોઈને તમે રહી જશો દંગ, જુઓ 10 ફની વાયરલ વીડિયો
Dance Viral Video
Image Credit source: Instagram

Follow us on

કહેવાય છે કે ઉંમર માત્ર એક નંબર છે. કોઈપણ વ્યક્તિ તેની વિચારસરણીથી વૃદ્ધ હોય છે. જો હ્રદયમાં કંઇક કરવાની ખેવના અને જોશ હોય તો ઉંમર ક્યારેય ઉત્સાહના માર્ગમાં આવી ન શકે. હવે વાયરલ (Viral Video) થઈ રહેલા આ વૃદ્ધનો વીડિયો જ જોઈ લો. ઉંમરના આ તબક્કે પણ આ વ્યક્તિ એવી અદ્ભુત ઉર્જાથી સાલસા કરે છે કે જોનારા પણ દંગ રહી ગયા. થોડીક સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી રહી છે. આ વીડિયો (Dance Viral Video)ને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ વીડિયો ગુડન્યૂઝ_મૂવમેન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ટૂંકી ક્લિપમાં પાર્ટીનો આનંદ માણતા એક વૃદ્ધ પુરુષ મહિલા સાથે સાલસા કરતા જોઈ શકાય છે. બંને એક પેપી ટ્રેક પર દિલથી ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિની ઉર્જા જોવા જેવી હોય છે. ત્યારે તેના ડાન્સ મૂવ્સ પણ આકર્ષક છે. અંતે, તે વૃદ્ધ મહિલાને તેના હાથમાં ઉઠાવે છે અને લોકો તાળીઓ પાડવાનું શરૂ કરે છે. આ વીડિયો જોયા પછી તમારું મન પણ નાચવા લાગશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમે વૃદ્ધ વ્યક્તિના ઉત્સાહનો આ વીડિયો જોયો, હવે આવા જ 9 અન્ય વીડિયો જોઈએ જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

Next Article