ગર્મીથી બચવા બાબાએ લગાવ્યું આઈન્સ્ટાઈન જેવું દિમાગ ! જુગાડ જોઈ રહી જશો દંગ, જુઓ Viral Video

|

Sep 21, 2022 | 10:00 AM

બાબાએ એવો જુગાડ (Desi Jugaad)કર્યો છે કે વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થયો છે. વૃદ્ધએ તેમના માથા પર સૌર ઉર્જાથી ચાલતો પંખો લગાવ્યો છે, જે તેમને ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે. 77 વર્ષીય લલ્લુરામ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના વતની છે.

ગર્મીથી બચવા બાબાએ લગાવ્યું આઈન્સ્ટાઈન જેવું દિમાગ ! જુગાડ જોઈ રહી જશો દંગ, જુઓ Viral Video
Desi Jugaad Viral Video
Image Credit source: Twitter

Follow us on

આપણે ભારતીયોને ‘દેશી જુગાડ’ની બાબતમાં કોઈ તોડ નથી. ભારતીયોનું મન માત્ર ચાલતું નથી, પણ રોકેટની જેમ દોડે છે. આ દિવસોમાં એક બાબા પોતાના અનોખા જુગાડ માટે ચર્ચામાં છે. ખરેખર, વૃદ્ધએ ગરમીથી બચવા માટે એવો જુગાડ (Desi Jugaad)કર્યો છે કે વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થયો છે. વૃદ્ધએ તેમના માથા પર સૌર ઉર્જાથી ચાલતો પંખો લગાવ્યો છે, જે તેમને ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે. 77 વર્ષીય લલ્લુરામ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના વતની છે.

77 વર્ષીય લલ્લુરામે જણાવ્યું કે તે ઘર-ઘર અને દુકાન જઈને લીંબુ અને ફૂલના હાર વેચવાનું કામ કરે છે. તડકામાં બહાર રહેવાને કારણે તેમને હીટ સ્ટ્રોક આવ્યો, જેના કારણે તેઓ બીમાર પડી ગયા. જેથી તે ઘરની બહાર નીકળી શકતા ન હતા. જેના કારણે પરિવારની હાલત દયનીય બની ગઈ હતી. જીવવું મુશ્કેલ હતું. સ્વસ્થ થયા પછી, લલ્લુરામને ગરમીથી બચવા માટે એક એવો જુગાડ મળ્યો, જેના કારણે તે આજે ઇન્ટરનેટ પર છવાયેલ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જોતા જ લોકો સેલ્ફી લેવા લાગે છે

ગરમીથી બચવા માટે લલ્લુરામે પ્લાસ્ટિક હેલ્મેટ પર સોલર પેનલ લગાવી અને પછી તેમાં પંખો લગાવ્યો. હવે જ્યારે પણ લલ્લુરામ આ જુગાડ ફેન સાથે રસ્તા પર આવે છે ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. લલ્લુરામ પોતાના દેશી જુગાડ વિશે કહે છે, અમે બહુ નાનો ધંધો કરીએ છીએ. અમે લીંબુના માળા વેચીએ છીએ.

‘આઈડિયો આવ્યો અને બનાવી નાખ્યું’

લલ્લુરામે કહ્યું, ‘આ ધંધાથી જ બાળકોનું પેટ ભરાઈ છે. બીમાર પડ્યા પછી, અમે લોન લઈ આ સામગ્રી બનાવી છે. હેલ્મેટની પાછળ સોલાર પ્લેટ અને આગળ પંખો છે. જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ છો ત્યારે ઘણી રાહત મળે છે.” તેમણે વધુમાં કહ્યું કે ચહેરા પર હવા મળવાથી ઘણી રાહત મળે છે. જુગાડ પર થઈ રહેલા વખાણ પર વૃદ્ધ કહે છે કે તેણે કંઈ કર્યું નથી. વિચાર આવ્યો અને અમે તે કર્યું. જ્યારે મેં તેને બનાવ્યું અને તપાસ્યું, ત્યારે મેં જોયું કે તે કામ કરી રહ્યું છે. આ પછી, હેલ્મેટ ફિટ કર્યા પછી, વૃદ્ધએ તેને માથા પર પહેરવાનું શરૂ કર્યું.

Next Article