Video : દાદીએ શ્રીદેવીના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, આ ડાન્સિંગ દાદીના એક્સપ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

|

Oct 29, 2021 | 5:59 PM

આજકાલ એક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં રવિ બાલા શર્મા સુંદર જાંબલી અને ગોલ્ડન સાડી પહેરેલા જોવા મળે છે. અને તે શ્રીદેવીના સોંગ નવરાઈ માંઝી પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Video : દાદીએ શ્રીદેવીના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, આ ડાન્સિંગ દાદીના એક્સપ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !
Dance Video Viral On Social Media

Follow us on

Viral Video : ડાન્સિંગ દાદી રવિ બાલા શર્માએ તેના ડાન્સ વીડિયો દ્વારા સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક નંબર છે. 63 વર્ષની દાદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ પોતાના ડાન્સના વીડિયો શેર કરતા રહે છે. તેના ડાન્સ વીડિયો ખૂબ જ અદભૂત છે. દાદીએ તાજેતરમાં એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે શ્રીદેવીની (Shree Devi) ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશના ગીત નવરાઈ માંઝી પર ડાન્સ (Dance) કરતા જોવા મળે છે.

ડાન્સિંગ દાદીના એક્સપ્રેશન્સને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

વીડિયોમાં જોઈ શકાય છે કે દાદીએ સુંદર જાંબલી અને ગોલ્ડન સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.ડાન્સ વીડિયોમાં દાદી શ્રીદેવીના સોંગ પર ઠુમકા કરતા જોવા મળે છે, આ ડાન્સિંગ દાદીના એક્સપ્રેશન્સ (Expression) જોઈને તમે પણ દંગ રહી જશો.દાદીના આ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

જુઓ વીડિયો

યુઝર્સ ડાન્સિંગ દાદીની પ્રશંશા કરી

આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે,આ વીડિયો તે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘તમે જેટલો સુંદર ડાન્સ (Dance) રો છો તેટલા જ તમે સુંદર છો’, બીજા યુઝરે લખ્યું, ‘તમે ખરેખર અદ્ભુત ડાન્સ કરો છો’. આ સિવાય અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ દાદીના એક્સપ્રેશનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Viral : ફરી એકવાર ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ ઇન્ટરનેટ સેન્સેશનનો શાનદાર અંદાજ !

 

આ પણ વાંચો: World Stroke Day 2021: દર 4 વ્યક્તિમાંથી એક વ્યકિત બની રહ્યો છે સ્ટ્રોકનો શિકાર, જાણો કેવી રીતે બચી શકાય આ બિમારીથી ?

Next Article