અમેરિકાથી પરત આવી ખેડૂતે 33 વર્ષ જૂનું ટ્રેક્ટર ઘરની છત પર લગાવ્યું, આ હતું કારણ

|

Feb 07, 2022 | 9:34 AM

મામલો રાજસ્થાનના ગંગાનગર જિલ્લાનો છે. જ્યાં એક NRI ખેડૂતે લાખો રૂપિયા ખર્ચીને તેના ઘરની છત પર ટ્રેક્ટર મુકાવ્યું હતું. પરંતુ તેનું કારણ જાણી તમે પણ કહેશો કે વાહ.

અમેરિકાથી પરત આવી ખેડૂતે 33 વર્ષ જૂનું ટ્રેક્ટર ઘરની છત પર લગાવ્યું, આ હતું કારણ
Farmer Installed Tractor on Roof (Images: Twitter)

Follow us on

કહેવાય છે કે શોખની કોઈ કિંમત નથી. જેને એકવાર કોઈ વસ્તુનો શોખ લાગી જાય, પછી કોઈ કશું કરી શકતું નથી, વ્યક્તિ કંઈક કરવાનું મનમાં નક્કી કરે છે તો તે કરી બતાવે છે, ખાસ કરીને પંજાબ-હરિયાણામાં જોવા મળે છે કે લોકો પોતાના ઘરની છત પર પાણીની વિચિત્ર ટાંકી બનાવે છે. આ ડિઝાઇન લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે રાજસ્થાનના એક ખેડૂતે (Farmer)પણ કંઈક આવું જ કર્યું છે. જેમાં ખેડૂતે લાખો રૂપિયા ખર્ચીને પોતાના ઘરની છત પર ટ્રેક્ટર (Tractor)લગાવ્યું છે. તેણે અસલી ટ્રેક્ટર તેના ઘરની છત પર મૂક્યું છે.

આ ટ્રેક્ટર 33 વર્ષ જૂનું છે

જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનના શ્રી ગંગાનગરનો છે. જ્યાં એક ખેડૂતના પુત્રએ તેના ઘરની છત પર અસલી ટ્રેક્ટર મુકાવડાવ્યું છે. વાસ્તવમાં, ખેડૂતનો પુત્ર અમેરિકામાં રહે છે અને તેણે તેની છત પર જે ટ્રેક્ટર રાખ્યું છે તે 33 વર્ષનું છે. અનુપગઢ તહસીલના રામસિંહપુર વિસ્તારના રહેવાસી અંગ્રેજ સિંહે આ કારનામું કર્યું છે.

પહેલા તેણે 6 લાખ રૂપિયા ખર્ચીને 33 વર્ષ જૂના ટ્રેક્ટરનું ડેન્ટિંગ-પેઈન્ટિંગ કરાવ્યું. આ પછી, તેણે એક મોટી ક્રેનની મદદથી તેને ફરીથી છત પર મૂક્યું. આ ટ્રેક્ટરમાં લાઇટ અને મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવી છે. જે કોઈ તેને દૂરથી જુએ છે તે આકર્ષાય છે. જણાવી દઈએ કે અંગ્રેજ સિંહ અમેરિકાથી પરત ફર્યા છે. એક રીતે તેમણે ખેડૂતોને સન્માન આપવા માટે આ કામ કર્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રિમોટની મદદથી શરૂ થાય છે ટ્રેક્ટર

NRI ખેડૂત અંગ્રેઝ સિંહે પોતાનું નવું ઘર બનાવ્યું છે. ત્યાં શિફ્ટ થતા પહેલા તેણે આ 33 વર્ષ જૂના ટ્રેક્ટરને ક્રેનની મદદથી ઘરના ત્રીજા માળે મૂક્યું હતું. નવા મકાનના ત્રીજા માળે તેને ફિટ કરવામાં કલાકોની મહેનત લાગી હતી. ટ્રેક્ટરની ખાસિયત એ છે કે તેને રિમોટની મદદથી દરરોજ ચાલુ કરી શકાય છે. જેથી આ ટ્રેક્ટરને નુકસાન ન થાય.

ખેડૂત ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે

અંગ્રેજ સિંહ મલ્લી 1992થી અમેરિકામાં રહે છે. તેમનું માનવું છે કે દરેક ખેડૂત માટે ટ્રેક્ટર ખૂબ જ જરૂરી છે. તે તેને માત્ર એક મશીન જ નહીં પરંતુ એક આદરણીય સાધન માને છે. જેની મદદથી ખેડૂત ખેતી કરી વિશ્વની કિસ્મત બદલી શકે છે. એટલા માટે અંગ્રેજ સિંહે તેમના નવા મકાનના ઉપરના માળે ટ્રેક્ટર મૂક્યું અને ખેડૂતોને સન્માન આપ્યું છે.

આ પણ વાંચો: Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા

આ પણ વાંચો: કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું

Next Article