હવે ઘોડા પહેરશે બૂટ! આ કંપની બનાવી રહી છે લાખોની કિંમતના ઘોડાના બૂટ

|

Oct 21, 2022 | 9:05 PM

હાલમાં એક કંપનીએ ઘોડા માટે બૂટ તૈયાર કર્યા છે. આ ઘોડાના બૂટ માણસોના બૂટ તેવા જ છે, પણ તેની કિંમત ખુબ વધારે છે. હાલમાં તેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral photo) થઈ રહ્યો છે.

હવે ઘોડા પહેરશે બૂટ! આ કંપની બનાવી રહી છે લાખોની કિંમતના ઘોડાના બૂટ
Horse shoes
Image Credit source: File photo

Follow us on

Shoes For Horses: વર્ષો પહેલા બૂટ-ચપ્પલની શોધ થઈ ન હતી, ત્યારે માનવો ખુલ્લા પગે ફરતા હતા. સમય સાથે પગમાં પહેરવા માટે અલગ અલગ પગરખાની શોધ થઈ. આજે માણસો માટે જાત જાતના ફેશનેબલ ચપ્પલ અને બૂટ આવે છે. તેની કિંમત પણ હજારોમાં હોય છે પણ તમે જાણીને નવાઈ લાગશે કે હવે ઘોડા પણ બૂટ પહેરી શકશે. હાલમાં એક કંપનીએ ઘોડા માટે બૂટ તૈયાર કર્યા છે. આ ઘોડાના બૂટ માણસોના બૂટ તેવા જ છે પણ તેની કિંમત ખુબ વધારે છે. હાલમાં તેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral photo) થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બૂટ-ચપ્પલ બનાવતી વિદેશી કંપનીએ એક સ્ટાર્ટઅપ કંપની સાથે મળીને આ બૂટ તૈયાર કર્યા છે. વિદેશી કંપની Horse Kickએ આ બૂટના કેટલાક ફોટો શેયર કર્યા છે. સાથે એ પણ શેયર કરવામાં આવ્યુ કે આ બૂટ કઈ રીતે બન્યા હતા. માર્કસ ફલોયડ નામના આર્ટિસ્ટે આ બૂટને ડિઝાઈન કર્યા હતા.

લાખોમાં છે ઘોડાના બૂટ

ઘોડાના આ બૂટની શરુઆતની કિંમત 1,200 ડોલર છે. ભારતીય પૈસામાં આ બૂટની કિંમત એક લાખ રુપિયા છે. ઘોડાના બૂટ બનાવનાર કંપનીની આધિકારિક વેબસાઈટ પર જણાવવામાં આવ્યુ છે કે, આ બૂટ 24 ઓક્ટોબરથી લોકો ખરીદી શકશે. આ ઘોડાના બૂટના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. કેટલાક લોકો ઘોડાના બૂટ બનાવનારના વખાણ પણ કરી રહ્યા છે, તો ઘણા આ કંપની મજાક પણ ઉડાવી રહ્યા છે.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

એક યુઝરે લખ્યુ છે કે, દુનિયામાં લાખો લોકો પૈસાના અભાવે ખુલ્લા પગે ચાલી રહ્યા છે અને આ લોકો ઘોડાને બૂટ પહેરાવા નીકળ્યા છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, જો ઘોડાને આ બૂટ પહેરાવામાં આવશે તો ઘોડો નહીં દોડી શકે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, મને લાગે છે કે આ લોકો ઘોડાને બૂટ પહેરાવી રેમ્પ વોક પણ કરાવશે.

ડિઝાઈનમાં આપવામાં આવ્યુ ખાસ ધ્યાન

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘોડાના બૂટની ડિઝાઈન અને તેના ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ એર જોર્ડન , યીજી અને ન્યી બેલેન્સ જેવી બ્રાન્ડની છે. ઘોડાના પગના આકારને ધ્યાનમાં રાખીને આ બૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ બૂટ નાના છે પણ મજબૂત છે, તેની ડિઝાઈન પણ શાનદાર છે.

Next Article