Viral: હવે Nimbu Sodaના વીડિયોએ મચાવી ધૂમ, સરદારજીના અલગ અંદાજે લોકોને કર્યા લોટપોટ

|

Apr 11, 2022 | 10:41 AM

આ દિવસોમાં એક સરદારજીનો લીંબુ સોડા (Nimbu Soda)વેચતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેમાં સરદારજીની સોડા વેચવાના અલગ અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Viral: હવે Nimbu Sodaના વીડિયોએ મચાવી ધૂમ, સરદારજીના અલગ અંદાજે લોકોને કર્યા લોટપોટ
Nimbu Soda Seller Video (Instagram)

Follow us on

સોશિયલ મીડિયાની જનતા ક્યારે કોઈને રાતોરાત સ્ટાર બનાવી શકશે તે કહેવું મુશ્કેલ છે. તમે ‘કચ્ચા બદામ‘(Kacha Badam Song)ગીત તો સાંભળ્યું જ હશે. આ ગીતની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના પર અત્યાર સુધીમાં લાખો રીલ્સ બની ચૂકી છે. તે જ સમયે, મગફળી વેચનાર ભુવન બદ્યાકર, જેણે તેને ગાયું હતું, તે રાતોરાત ઇન્ટરનેટ સેંસેશન બની ગયા હતા. આજે તે કોઈ સેલેબથી ઓછા નથી. પરંતુ કોને ખબર હતી કે થોડા સમય પછી લોકોને આવું જ કંઈક જોવા મળશે. આ દિવસોમાં એક સરદારજીનો લીંબુ સોડા (Nimbu Soda)વેચતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સરદારજીની સોડા વેચવાની અલગ-અલગ શૈલીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ હાથગાડી પર લીંબુ સોડા વેચતો જોવા મળે છે. પરંતુ આ વ્યક્તિ જે રીતે ગીતો ગાઈ રહ્યો છે અને લીંબુ સોડા વેચી રહ્યો છે તે જોઈને લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. વાસ્તવમાં, પોતાની ધૂનમાં લેમન સોડા બનાવતી વખતે આ વ્યક્તિ કહે છે, ‘બાકી નીંબુ બાદ વિચ પાઉંગા’.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વ્યક્તિના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર ગ્રાહકો પણ હસવા લાગે છે. આ પછી, આ વ્યક્તિ ખૂબ જ મજેદાર અંદાજમાં લોકોને કહે છે – ‘ઠંડ પા.’ આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે લેમન સોડા વેચતા સરદારજીનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 13_gouravsagar05 નામથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખ 21 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લાખોની સંખ્યામાં તેને જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘હું તમારા આત્મવિશ્વાસનો ફેન થઈ ગયો છું, સાહેબ.’ તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું, ‘અરે આ ‘કચ્ચા બદામ’નો દીકરો છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘ઓવરએક્ટિંગના 50 રૂપિયા કાપો તેના.’

આ પણ વાંચો: Funny Video: નાના બાળકે કરી ઘેટાની એવી મજેદાર સવારી, વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો

આ પણ વાંચો: Funny Video: કૂતરાએ જંગલના રાજા-રાણીને છોડાવ્યો પરસેવો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- નસીબદાર, સિંહને ભૂખ નથી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article