Video: 25 મહિના અને 970 કરોડમાં બન્યું નવુ સંસદ ભવન, જાણો સંસદ ભવનની ખાસ વાતો

|

Jan 23, 2023 | 4:54 PM

કેન્દ્ર સરકારે 2019માં આ પરિયોજનાની ઘોષણા કરી હતી. આ પરિયોજનામાં 10 ઈમારતોના બ્લોક્સની સાથે નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ તેમજ બધા જ સરકારી મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ થાય છે.

Video: 25 મહિના અને 970 કરોડમાં બન્યું નવુ સંસદ ભવન, જાણો સંસદ ભવનની ખાસ વાતો
New parliament building

Follow us on

લગભગ 100 વર્ષની સર્વિસ બાદ દેશનું જૂનું સંસદ ભવન રિટાયર થવાનું છે. નવું સંસદ ભવન બનીને લગભગ તૈયાર છે. આ ઈમારતમાં પ્રવેશ માટે સાંસદોના નવા ઓળખપત્રો બની રહ્યા છે. નવા ઓડિયો-વિઝુઅલ ડિવાઈસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ નવા સંસદ ભવનની ખાસ વાતો.

આ પણ વાંચો: ચીનાઓ હવે રાતા પાણીએ રડશે, INS વાગીર સબમરીનને નેવીમાં સામેલ કરવામાં આવી, જાણો તેની ખાસીયત

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે?

‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ કેન્દ્રની એનડીએ સરકારની એક મહત્વાકાંક્ષી પરિયોજના છે, જેનો ઉદ્દેશ્ય 1930ના દશકમાં અંગ્રેજો દ્રારા બનાવેલા લુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા નામના 3.2 કિલોમીટરના ભાગનો પુનઃવિકાસ છે. આ પરિયોજનામાં સરકારી ભવનોને તોડી તેના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે. 20,000 કરોડના ખર્ચે બનાવેલા આ પ્રોજેક્ટમાં નવા સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નવા સંસદ ભવનના નિર્માણ પર લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 2019માં આ પરિયોજનાની ઘોષણા કરી હતી. આ પરિયોજનામાં 10 ઈમારતોના બ્લોક્સની સાથે નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ તેમજ બધા જ સરકારી મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ થાય છે.

નવા સંસદ ભવનની ખાસ વાતો

  • 10 ડિસેમ્બર 2020 ના જૂના સંસદ ભવનની ઠીક સામે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • જૂની બિલ્ડિંગ ગોળ છે ત્યારે નવા ભવનના આર્કિટેક્ટ વિમલ પટેલે તેને ટ્રાએંગુલર આકાર આપ્યો છે.
  • નવા સંસદ ભવનના મધ્યમાં કોન્સ્ટિટયુશન હોલ છે જ્યાં ઉપર અશોક સ્તંભ લગાવેલ છે.
  • કોન્સ્ટિટ્યુશન હોલની એક તરફ લોકસભા અને તેનો સેરેમોનિયલ એન્ટ્રેસ છે.
  • કોન્સ્ટિટ્યુશન હોલની બીજી તરફ રાજ્યસભા અને તેનો સેરેમોનિયલ એન્ટ્રેસ છે.
  • કોન્સ્ટિટયુશન હોલની ત્રીજી તરફ સેન્ટ્રલ કાઉંઝ છે જ્યાં ઓપન સ્પેસ પણ છે.
  • નવા સંસદ ભવનમાં પબ્લિક એન્ટ્રેસથી દાખલ થતા જ એક ગેલેરી મળે છે.
  • અહીં ભારતના આર્ટ અને ક્રાફ્ટની સજાવટ અને શ્લોક લખેલા જોવા મળે છે.
  • આ ગેલેરીથી સીધા આગળ વધતા કોન્સ્ટિટયુશનલ હોલમાં પહોંચી શકાય છે જ્યાં બિલ્ડિંગનું સેન્ટર છે.
  • અહીં ભારતનું બંધારણ અને તેની ડિજિટલ કોપી રાખવામાં આવી છે, વિઝિટર તેને પેજ વાઈઝ વાંચી શકે છે.
  • હોલથી એક રસ્તો લોકસભા તરફ જાય છે અને બીજો રસ્તો રાજ્યસભા તરફ જાય છે.
  • ત્રીજો રસ્તો સેન્ટ્રલ કાઉંઝ તરફ જાય છે. લોકસભાની ડિઝાઈન મોર પર બેઈઝ્ડ છે.
  • લોકસભા હોલમાં જવા માટે લોબી એરિયા છે જ્યાં ગેટથી અંદર જતા જ તમે લોકસભા હોલમાં પહોંચી જશો.
  • આ હોલ હાઈ ક્વાલિટી ઓડિયો-વીડિયોથી લેસ છે દરેક ડેસ્ક પર ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લાગેલા છે.
  • લોકસભા કક્ષમાં 888 સાંસદોના બેસવાની વ્યવસ્થા છે.
  • નવી ઈમારતમાં સેન્ટ્રલ હોલ નથી, એટલા માટે સંયુક્ત સેશન પણ લોકસભામાં જ આયોજીત કરવામાં આવશે.
  • રાજ્યસભાની થીમ રાષ્ટ્રીય ફૂલ કમળની જેમ ડિઝાઈન કરવામાં આવી છે.
  • આ હોલ પણ હાઈ ક્વાલિટી ઓડિયો-વીડિયોથી લેસ છે. દરેક ડેસ્ક પર ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લાગેલી છે.
  • રાજ્યસભા કક્ષમાં 384 સાંસદોના બેસવાની વ્યવસ્થા છે. સંસદની કાર્યવાહી જોવા માટે મોટી-મોટી ગેલેરીઓ બનાવવામાં આવી છે.
  • આ સિવાય સાંસદોને બેસવા, વાત કરવા અને ખાવા પીવા માટેની વ્યવસ્થા પણ છે.
  • અહીં એક ઓપન સ્પેશ પણ છે જ્યાં રાષ્ટ્રીય વૃક્ષ વડ પણ લગાવવામાં આવ્યો છે.
  • ઈમારતની બાકી જગ્યામાં 4 માળ છે જ્યાં મંત્રીઓના કાર્યાલય અને કમિટી રૂમ્સ બનાવવામાં આવ્યા છે.
  • નવા સંસદની ફિનિશિંગમાં લાકડાનું ઘણુ કામ કરવામાં આવ્યું છે. ફ્લોર પર યુપીના ભદોહીના હાથથી બનેલી કાર્પેટ પાથરવામાં આવી છે.
  • નવી બિલ્ડિંગ ફાઈવ સ્ટાર પ્લેટિનમ રેટેડ છે અને તમામ સ્માર્ટ ફીચરથી લેસ છે.
  • આ ઈમારતને હાઈએસ્ટ સિસ્મિક જોન-5 ના પેરામીટર પર ડિઝાઈન કરવામાં આવી છે.
  • આ ઈમારતને આગામી 150 વર્ષની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
  • તેને બનાવવામાં કુલ ખર્ચ 970 કરોડ રૂપિયા છે અને તેને તાતા લિમિટેડ પ્રોજેક્ટ્સે બનાવ્યું છે.
  • ભારત સરકારે 2019 માં સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો. નવા સંસદ ભવનનું નિર્માણ પણ આ મેગા પ્રોજેક્ટનો એક ભાગ છે. નવા સંસદભવનના નિર્માણ બાદ હવે આ જૂની ઇમારતને ‘લોકશાહી સંગ્રહાલય’માં ફેરવવામાં આવશે.
Next Article