Stunt Video: મુંબઈની ઉંચી ઈમારતોમાં યુવકે લગાવી છલાંગ, વીડિયો જોઈ રૂવાડા થઈ જશે ઉભા

|

May 28, 2022 | 7:48 AM

વીડિયો(Stunt Video)માં એક છોકરો જે રીતે ઉંચી ઈમારતો વચ્ચે કૂદકો મારે છે તે જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય. નેટીઝન્સ આશ્ચર્યચકિત છે કે આ વ્યક્તિએ કેટલી સરળતાથી બે ઈમારતો વચ્ચેનું વિશાળ અંતર પાર કર્યું.

Stunt Video: મુંબઈની ઉંચી ઈમારતોમાં યુવકે લગાવી છલાંગ, વીડિયો જોઈ રૂવાડા થઈ જશે ઉભા
Stunt Viral Video
Image Credit source: Instagram

Follow us on

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે એક કરતા વધારે સ્ટંટ વીડિયો(Stunt Videos)જોયા હશે. આમાંના કેટલાક સ્ટંટ(Stunt)વીડિયો એટલા ચોંકાવનારા અને આશ્ચર્યજનક હોય છે કે તમારી આંખો ફાટી જાય છે. ત્યારે કેટલાક સ્ટન્ટ્સ જોઈને મોંમાથી ચીસો પણ નીકળી જાય છે. પછી તમે તેને વારંવાર જુઓ છો. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral Video) થઈ રહ્યો છે, જે મુંબઈનો છે. વીડિયોમાં એક છોકરો જે રીતે ઉંચી ઈમારતો વચ્ચે કૂદકો મારે છે તે જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય. નેટીઝન્સ આશ્ચર્યચકિત છે કે આ વ્યક્તિએ કેટલી સરળતાથી બે ઈમારતો વચ્ચેનું વિશાળ અંતર પાર કર્યું.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુંબઈમાં એક ઉંચી ઈમારતની છત પર એક છોકરો સ્ટંટ બતાવતા રેલિંગ સુધી આવે છે. આ પછી, તે ત્યાંથી કેમેરા દ્વારા બતાવે છે કે બિલ્ડિંગ કેટલી ઉંચી છે. તમે જોઈ શકો છો કે બિલ્ડીંગની નજીક જ એક બીજી ઊંચી હાઈરાઈઝ છે. પરંતુ ત્યાર બાદ જે નજરો સામે આવે છે તે જોયા પછી કોઈ પણ દંગ રહી જાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વીડિયોમાં, અન્ય એક છોકરો, બિલ્ડિંગની રેલિંગ પર દોડતો હતો, ત્યારે અચાનક સામેની બિલ્ડિંગની છત પર કૂદી પડે છે. એક ક્ષણ માટે એવું લાગશે કે આ વ્યક્તિ સીધો નીચે જવાનો છે. પરંતુ નવાઈની વાત એ છે કે બંને ઈમારતો વચ્ચે વિશાળ અંતર હોવા છતાં પણ યુવક કૂદીને સરળતાથી ત્યાં પહોંચી જાય છે. તો ચાલો જોઈએ આ આશ્ચર્યજનક વીડિયો.

આ અદ્ભુત સ્ટંટ વીડિયોને parkour_tribe નામના પેજ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘Crazy rooftop jump in Mumbai.’ આ સાથે લખ્યું છે કે તેને પ્રોફેશનલ એથ્લેટ પાર્કર દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે, જેમને આવા સ્ટંટ કરવાનો 14 વર્ષથી વધુનો અનુભવ છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝર કહે છે કે મુંબઈના ધારાવીમાં પણ બાળકો આવું કરે છે. અન્ય એક યુઝરે મજાકિયા સ્વરમાં કમેન્ટ્સ કરતા લખ્યું છે કે, ભાઈ, ભારતીય ઈમારતો પર વિશ્વાસ ન કરો, ખબર નહીં ક્યારે શું થાય. ત્યારે કેટલાક વપરાશકર્તાઓએ ઇમોટિકોન્સ દ્વારા તેમની પ્રતિક્રિયા પણ આપી છે. એકંદરે આ વીડિયો જોઈને સોશિયલ મીડિયાના લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.

નોંધ: ટીવી નાઈન આ પ્રકારના વીડિયોને પ્રોત્સાહન આપતું નથી. આ સ્ટંટ જોખમી છે જેમાં જીવ પણ જઈ શકે છે એટલે ક્યારેય પણ આ પ્રકારના સ્ટંટ ન કરવા જોઈએ. અમે અહીં ફક્ત મનોરંજનના હેતુથી બતાવી રહ્યા છીએ.

Next Article