Viral Video : વરસાદે ખોલી સરકારી શાળાની પોલ, શિશુઓ વર્ગમાં છત્રી લઈને ભણતા જોવા મળ્યા

|

Jul 28, 2022 | 8:54 AM

આ દિવસોમાં Madhya Pradeshની એક સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકોને છત્રી ઓઢીને ભણવાની ફરજ પડે છે. સ્કૂલની આવી હાલત જોઈને યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

Viral Video : વરસાદે ખોલી સરકારી શાળાની પોલ, શિશુઓ વર્ગમાં છત્રી લઈને ભણતા જોવા મળ્યા
Mp School Student video

Follow us on

ઈન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો (Viral Video)  લોકોમાં ચર્ચાનો વિષય બને છે. અહીં ઘણી વખત એવું જોવા મળે છે કે તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે કેટલીકવાર આપણને કેટલીક એવી બાબતો જોવા મળે છે, જેને જોયા પછી લોકો તેની મજાક ઉડાવવા લાગે છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઘણા બાળક ક્લાસની (Class) અંદર છત્રી લઈને ભણતા જોવા મળે છે.

લોકોએ કરી પ્રશાસનની નિંદા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક ભણાવી રહ્યા છે અને બાળકો છત્રી લઈને ત્યાં બેઠા છે. છત એટલી ખરાબ છે કે ચારે બાજુથી પાણી ટપકતું હોય છે. આવી સ્થિતિમાં બાળકો હાથમાં છત્રી લઈને અભ્યાસ કરતા જોવા મળે છે. આ ક્લિપ જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે અને તેને જોયા બાદ તેઓ પ્રશાસનની નિંદા કરતા જોવા મળે છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

વાયરલ થઈ રહેલો આ વીડિયો સિવની જિલ્લાના ઘંસોરનો જણાવવામાં આવી રહ્યો છે. આ અંગે હાજર શિક્ષકોનું કહેવું છે કે, વરસાદની ઋતુમાં બાળકો શાળાએ આવતા નથી અને જેઓ આવે છે તેઓએ છત્રી લઈને આવવું પડે છે. સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે મે મહિનામાં આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ આજ સુધી સંબંધિત અધિકારીઓએ તેના પર કોઈ પગલાં લીધા નથી.

અહીં વીડિયો જુઓ…

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના મીડિયા કોઓર્ડિનેટર નરેન્દ્ર સલુજાએ વીડિયો શેર કરીને સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સેંકડો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આલીશાન ઈમારતોમાં બેઠેલા તમામ શાસકોને શરમ આવવી જોઈએ’, જ્યારે બીજા યુઝર્સે લખ્યું, ‘સર્વ શિક્ષા અભિયાન’ અને ‘સ્કૂલ ચલેં હમ’, પોકળ દાવાઓ બતાવતા કડવું સત્ય. આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે.

Next Article