Monkey Viral video : વાંદરાએ દેખાડી માનવતા, કૂવામાં પડી ગયેલી બિલ્લીને બચાવી; લોકોએ કહ્યું-‘દિલ છૂ લિયા’
Monkey Video : વાંદરાની આવી માનવતા જોઈને લોકોના હૈયા ઉત્સાહથી ભરાઈ જાય છે. હૃદય સ્પર્શી આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 22 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Monkey Video : જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મુશ્કેલીમાંથી બહાર કાઢવો એ વ્યક્તિનો ધર્મ છે. આને કહેવાય માનવતા. જો કે આજના યુગમાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. હવે જો લોકો કોઈને મુશ્કેલીમાં જુએ છે, તો તેઓ કાં તો વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે અથવા તેને મુશ્કેલીમાં મૂકીને આગળ વધે છે. કેટલાક લોકોમાં માનવતા હજુ જોવા મળે છે. તેઓ જેને મુશ્કેલીમાં જુએ છે તેને મદદ કરવા તૈયાર થઈ જાય છે. આવી માનવતા માત્ર માણસોમાં જ નહીં પરંતુ કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના દિલને સ્પર્શી લીધું છે.
આ પણ વાંચો : Monkey Attack Viral Video : બાંદાનો નસેડી વાંદરો ! બોટલ છીનવીને પીવે છે દારૂ, દાદાગીરીમાં બાળકોને પણ આપે છે મ્હાત
વાસ્તવમાં, આ વીડિયોમાં એક વાંદરો કૂવામાં પડી ગયેલી બિલાડીનો જીવ બચાવતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો ચક્કર મારતો અચાનક કૂવા પાસે પહોંચે છે, ત્યારે તેને કૂવામાં એક બિલાડી પડેલી દેખાય છે, જેને બહાર નીકળવાની કોઈ તક દેખાતી નથી. આવી સ્થિતિમાં બિલાડીને બચાવવા વાંદરો પોતે કૂવામાં કૂદી પડે છે. જો કે કૂવો થોડાંક પાણીથી ભરાયેલો હતો, તેથી તેમાં ડૂબી જવાની કોઈ શક્યતા નહોતી. પછી વાંદરો બિલાડીને કૂવામાંથી ઉપાડીને બહાર કાઢવાની કોશિશ કરવા લાગે છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે તે તેને બહાર કાઢી શકતો નથી, ત્યારે આખરે એક મહિલા આવીને બિલાડીને બહાર લઈ જાય છે. આ પછી, વાંદરો તેના પર જે પ્રેમ વરસાવે છે તે ખરેખર હૃદય સ્પર્શી છે.
જુઓ આ હૃદય સ્પર્શી વાનરનો વીડિયો
Witness the most heartwarming monkey rescue ever! 🐵❤️ pic.twitter.com/IaRgWUzwUz
— Tansu YEĞEN (@TansuYegen) April 16, 2023
આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ 30 સેકન્ડના આ વીડિયોને 6 લાખ 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 22 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ વાંદરાએ તેને ઈમોશનલ કરી દીધો છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘ખરેખર… માણસોએ પ્રાણીઓ પાસેથી શીખવું જોઈએ’.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…