Alia Bhatt ની શું મિમિક્રી કરી આ યુવતીએ ! Viral Video જોઈ લોકોએ કહ્યું- ગજબ

|

Sep 13, 2022 | 11:36 AM

સોશિયલ મીડિયા પર ચાંદની નામની છોકરીનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પાત્ર ઈશાની એવી રીતે મિમિક્રી કરી છે કે લોકો દંગ રહી જાય છે. જો કે આ વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો.

Alia Bhatt ની શું મિમિક્રી કરી આ યુવતીએ !  Viral Video જોઈ લોકોએ કહ્યું- ગજબ
Mimicry Viral Video
Image Credit source: Instagram

Follow us on

જ્યારથી રણબીર કપૂર-આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) રીલિઝ થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર લોકોમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. કેટલાકને આ ફિલ્મ ખૂબ જ અદભૂત લાગી છે તો કેટલાક VFXના દિવાના બની ગયા છે. જો કે, આવા લોકોની યાદી પણ ઘણી લાંબી છે, જેને અયાન મુખર્જીની ફિલ્મ આકર્ષી શકી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચાંદની નામની છોકરીનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેણે ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પાત્ર ઈશાની એવી રીતે મિમિક્રી કરી છે કે લોકો દંગ રહી જાય છે. જો કે આ વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો.

આપને જણાવી દઈએ કે ચાંદની એક ફેમસ મિમિક્રી આર્ટિસ્ટ છે. તેણે તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આલિયા ભટ્ટની નકલ કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આલિયાએ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જે રીતે ડાયલોગ્સ બોલ્યા છે, ચાંદની વાયરલ ક્લિપમાં તેની બરાબર નકલ કરતી જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે, આ વીડિયો જોયા પછી તમે પણ હસી પડશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે રીતે ફિલ્મમાં ઈશા એટલે કે આલિયા હંમેશા રણબીરને ‘શિવા-શિવા’ કહીને બોલાવે છે, ચાંદની શિવા નામ રિપીટ કરતી જોવા મળે છે. ચાંદનીએ જે રીતે આ ડાયલોગને પોતાની સ્ટાઈલમાં રિક્રિએટ કર્યો છે તે જોઈને યુઝર્સ તેના દિવાના થઈ ગયા છે. તો તમે પણ જુઓ આ વીડિયો અને માણો.

ચાંદનીના આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સિવાય લોકો ખૂબ જ ફની રીતે રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, અરી મોરી મૈયા…જે કા દેખ લો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું ફિલ્મ જોઈને જ આવી છું, ચાંદની તમે કમાલ કરી દીધી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, મજા આ ગયા યાર. એકંદરે ચાંદનીની મિમિક્રીએ લોકોના દિલ જીતી લીધા છે.

Next Article