ભવિષ્યમાં હશે આવા ઘર! મેટ્રોએ બાળકને સીધો ઘર પર જ ઉતાર્યો, વીડિયો જોઈ લોકો થયા રોમાંચિત

|

Dec 04, 2022 | 6:52 PM

આજે આપણે ઈન્ટરનેટની 5Gની દુનિયામાં પ્રવેશ કર્યો છે જેનો લાભ ભવિષ્યમાં આપણને તમામ ક્ષેત્રમાં મળશે. આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જણાવે છે કે ફ્યુચરમાં આપણા ઘર કેવા હશે?

ભવિષ્યમાં હશે આવા ઘર! મેટ્રોએ બાળકને સીધો ઘર પર જ ઉતાર્યો, વીડિયો જોઈ લોકો થયા રોમાંચિત
Metro Viral Video
Image Credit source: Twitter

Follow us on

આજના આધુનિક યુગમાં આપણે ટેક્નોલોજીમાં હરણફાળ ભરી છે. ત્યારે નવી નવી શોધે લોકોના જીવનધોરણમાં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આજે આપણે ઈન્ટરનેટની 5Gની દુનિયામાં પ્રવેશ કર્યો છે, જેનો લાભ ભવિષ્યમાં આપણને તમામ ક્ષેત્રમાં મળશે. આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જણાવે છે કે ફ્યુચરમાં આપણા ઘર કેવા હશે?

સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે, ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક મહિલા સોફા પર બેઠી છે અને મોબાઈલ જોઈ રહી છે ત્યારે જ નીચેની જમીન એક તરફ ખસે છે અને એક મેટ્રો ટ્રેન આવે છે. જેમાંથી એક બાળક ઉતરે છે અને તેની માતાને હગ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મેટ્રોએ બાળકને સીધુ તેના ઘર પર જ ડ્રોપ કર્યું છે. લોકો આ જોઈ કહી રહ્યા છે કે કદાચ ભવિષ્યમાં આ શક્ય બની શકે કે મેટ્રો સીધી તમારા ઘરમાંથી આ રીતે પસાર થાય અને તમારે ઘર બહાર જઈ મેટ્રોની ભીડમાં ધક્કા ન ખાવા પડે. જોકે આ વીડિયો ગ્રાફિક્સની મદદથી બનાવવામાં આવ્યો છે.

પરંતુ જે રીતે લોકો વિચારી રહ્યા છે કે ભવિષ્યમાં આ વસ્તુ શક્ય બની શકે છે. કારણ કે ચીનમાં એક એવો રેલવે ટ્રેક છે જે રહેણાંક બિલ્ડિંગ વચ્ચેથી પસાર થાય છે. તે ટ્રેક ચોંગકિંગની એક બિલ્ડિંગમાંથી પસાર થાય છે. જેને માઉન્ટ સીટી પણ કહે છે. ત્યારે આ વીડિયો જોઈ લોકો ખુબ રોમાંચિત થઈ ગયા છે.

આ જબરદસ્ત વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ લખાય છે ત્યા સુધીમાં વીડિયોને 50 લાખ વખત જોવામાં આવ્યો છે. ત્યારે ઘણા લોકોએ તેનો લાઈક પણ કર્યો છે. ત્યારે લોકો કમેન્ટ્સ કરીને જણાવી રહ્યા છે કે આવું થઈ જાય તો કેટલું સારૂ, બસ અને ટ્રેન પકડવા માટે કલાકો સુધી રાહ ન જોવી પડે અને સીધી ઘરેથી જ ટ્રેન મળી જાય. ભવિષ્યમાં આ પ્રકારે ઘર હશે કે નહીં તેની તો ખબર નહીં પરંતુ આ વીડિયો હાલ ખુબ પસંદ આવી રહ્યો છે.

Next Article