Viral : કુતરાને હેરાન કરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! અચાનક ગાયે કુતરાનો એવો બદલો લીધો કે વ્યક્તિના હાલ-બેહાલ

|

Nov 01, 2021 | 6:03 PM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કુતરાને હેરાન કરી રહ્યો છે. પરંતુ બાદમાં ગાય આ કુતરાનો એવો બદલો લે છે કે જોનારની આંખો ચાર થઈ ગઈ.

Viral : કુતરાને હેરાન કરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! અચાનક ગાયે કુતરાનો એવો બદલો લીધો કે વ્યક્તિના હાલ-બેહાલ
Funny Video goes viral

Follow us on

Funny Video : માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ બદલો લેવાનું જાણે છે. જ્યારે પણ કોઈ તેમને હેરાન કરે છે, ત્યારે તેઓ ગુસ્સે પણ થાય છે. ક્યારેક તેઓ પોતે બદલો ન લઈ શકતા હોય તો તેમના સાથીઓ બદલો લે છે. ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે કર્મોનું ફળ ચોક્કસ મળે છે.

ગાયે કુતરાનો ખરેખરનો બદલો લીધો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કૂતરાના (Dog) કાન અને ગળાને પકડીને પોતાની તરફ ખેંચે છે, તે પોતાની મજા માટે કૂતરાને હેરાન કરે છે અને કૂતરો દર્દથી ચીસો પાડવા લાગે છે. ત્યારે અચાનક એક ગાય તેની મદદ કરવા ત્યાં પહોંચે છે. પહેલા તે કૂતરાને સાઈડ કરે છે અને પછી આ વ્યક્તિને એવો પાઠ ભણાવે છે કે હવે તે કોઈને પણ હેરાન કરતા પહેલા સો વખત વિચાર કરશે.

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તેને ઈન્સ્ટન્ટ રિઝલ્ટ (Instant Result) કહેવાય… આવા લોકો સાથે આવું જ હોવું જોઈએ…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ગાયે ખુબ સારૂ કામ કર્યુ, આવા લોકો તો જ સુધરશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : દિવાળીના તહેવાર અગાઉ વાંદરાઓ તૈયાર થવામાં વ્યસ્ત ! જંગલમાં બ્યુટી પાર્લર જેવો નજારો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ ” આ એક ગુજ્જુ જ કરી શકે”

Next Article