હદ હૈ ! મેટ્રોમાં વંદાએ એવી ધમાલ કરી કે લોકોના છુટ્યા પરસેવા,Video જોઈ લોકોએ કહ્યુ ‘ગજબ’

|

Nov 24, 2021 | 3:35 PM

તમે ઘરમાં કે રસોડામાં વંદો તો જોયો જ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો મેટ્રો ટ્રેનનો છે. જેમાં એક વંદો એવી ધમાલ કરે છે કે લોકો પરેશાન થઈ જાય છે.

હદ હૈ ! મેટ્રોમાં વંદાએ એવી ધમાલ કરી કે લોકોના છુટ્યા પરસેવા,Video જોઈ લોકોએ કહ્યુ ગજબ
cockroach video goes viral

Follow us on

Funny Video : વંદો બહુ નાના જીવ છે, જે મોટાભાગે ઘરોમાં અને ખાસ કરીને રસોડામાં જોવા મળે છે. ઘણી વખત લોકો વંદાથી(Cockroach)  ખૂબ પરેશાન થઈ જાય છે. તમે ફિલ્મોમાં જોયું જ હશે કે કેવી રીતે વંદો જોઈને છોકરીઓ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે. પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં પણ આવું બને છે. સોશિયલ મીડિયા(Social Media)  પર આવો જ એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વંદાએ તો ભારે કરી..

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમે ઘરમાં કે રસોડામાં વંદા તો જોયા જ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો મેટ્રો ટ્રેનનો (Metro Train) છે. જેમાં એક વંદો લોકોને ખુબ પરેશાન કરતો જોવા મળે છે.મેટ્રોમાં એક વ્યક્તિ વંદો જોતા જ તેને પાણીની બોટલમાં નાખવાની કોશિશ કરવા લાગે છે. પરંતુ તે બાદ જે થાય છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

જુઓ વીડિયો

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ રમુજી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર subway creatures નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તેણે પાણીની બોટલમાં વંદો પકડવાનો પ્રયાસ કર્યો અને તે ઉડવા લાગ્યો #subwaycreature’. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ બોટલમાં વંદો નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે અને મેટ્રોમાં હાજર લોકો વંદોથી ડરીને ભાગી રહ્યા છે.

યુઝર્સ આ ફની વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે ‘હું તો મરી ગયો હોત, ઇન્સ્ટન્ટ હાર્ટ એટેક’.જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘હું આ ટ્રેનમાંથી 2 સેકન્ડમાં ઉડી ગયો હોત’.આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ‘ગાર્લિક એટલે આદુ’, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક

આ પણ વાંચો: Viral : માત્ર આ શરતનું પાલન કરીને મફતમાં કરો મુસાફરી, આ રિક્ષાવાળાની અજીબોગરીબ શરત સાંભળીને તમને પણ થશે આશ્વર્ય !

Next Article