બાવળામાં ગજબ બળ! આ શખ્સનું ટેલેન્ટ જોઈ ચોંકી જશો, લોકોએ કહ્યું- કેવી રીતે કર્યું ?

|

Aug 03, 2022 | 2:19 PM

આજકાલ એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં તે એક અનોખું કારનામું કરતો જોવા મળી રહ્યો છે. આવું પરાક્રમ તમે ભાગ્યે જ જોયું હશે. જુઓ આ શખ્સે તે કેવી રીતે કર્યું.

બાવળામાં ગજબ બળ! આ શખ્સનું ટેલેન્ટ જોઈ ચોંકી જશો, લોકોએ કહ્યું- કેવી રીતે કર્યું ?
Man Amazing Stunt
Image Credit source: Twitter

Follow us on

આ દુનિયા ટેલેન્ટેડ લોકોથી ભરેલી છે. કેટલીક એવી પ્રતિભાઓ અવારનવાર જોવા મળે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. કેટલાક લોકોને તેમની અદ્ભુત પેઇન્ટિંગથી આશ્ચર્યચકિત કરે છે, કેટલાક તેમના ગાયકી અને કેટલાક તેમના નૃત્ય કૌશલ્યથી લોકોને વિચારવા મજબૂર કરે છે. ત્યારે કેટલાક લોકોમાં ખૂબ જ અનોખા પ્રકારનું કૌશલ્ય હોય છે, જેને જોયા પછી દુનિયા દંગ રહી જાય છે. આવા ટેલેન્ટેડ લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Stunt Video Viral) થતા હોય છે. આજકાલ આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં તે એક અનોખું કારનામું કરતો જોવા મળી રહ્યો છે. આવું પરાક્રમ તમે ભાગ્યે જ જોયું હશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિ બંને હાથ વડે લોખંડના ગોળ થાંભલાને પકડીને ઉપરની તરફ ચઢી રહ્યો છે. તેણે ઉપર ચઢવા માટે માત્ર હાથનો સહારો લીધો છે. જે રીતે તે કૂદીને ઉપર ચઢે છે, તે જ રીતે આ વ્યક્તિ તેના હાથ આગળ કરે છે અને પછી પોલ પર ચઢી જાય છે. જ્યારે તે ટોચ પર પહોંચે છે, ત્યારે તે તેના પગને ચલાવવાનું શરૂ કરે છે. જાણે તે હવામાં ચાલી રહ્યો હોય. આવા પ્રતિભાશાળી લોકો વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @MorissaSchwartz ID નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં ચોંકાવનાર અંદાજમાં લખ્યું છે, ‘કેવી રીતે’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 59 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે કુશળ વ્યક્તિને ‘જિમ્નાસ્ટ’ ગણાવી છે તો કેટલાકે તેના પરાક્રમને ‘અવિશ્વસનીય’ ગણાવ્યા છે. ત્યારે એક યુઝરે તેને ‘સ્પાઈડરમેન’ પણ કહ્યો છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘આ હાથની તાકાત અને આવડતનું પરિણામ છે’.

Next Article