ગજબનો સ્ટંટ બતાવી શખ્સે ખોલ્યું બોટલનું ઢાંકણું, લોકોએ કહ્યું આ ક્યારેક ભારે પડી શકે છે

|

Aug 18, 2022 | 1:12 PM

આ દિવસોમાં જે વીડિયો (Stunt Viral Video)સામે આવ્યો છે તે થોડો ચોંકાવનારો છે. કારણ કે, વાયરલ ક્લિપમાં, શખસે બાઇકના પાછળના વ્હીલ સાથે બોટલનું ઢાંકણ એવી રીતે ખોલી હતી કે જોનારાઓ પણ દંગ રહી ગયા હતા.

ગજબનો સ્ટંટ બતાવી શખ્સે ખોલ્યું બોટલનું ઢાંકણું, લોકોએ કહ્યું આ ક્યારેક ભારે પડી શકે છે
Stunt Shocking video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)પર દરરોજ કોઈને કોઈ નવી ચેલેન્જ સામે આવતી રહે છે. તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલા બોટલ કેપ ચેલેન્જ ચાલી રહી હતી, જેમાં લોકો અનોખા અંદાજમાં બોટલ કેપ ખોલતા જોવા મળ્યા હતા. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી આ ચેલેન્જ (Cap challenge)ને ચલાવવામાં આવી હતી. પરંતુ આ દિવસોમાં જે વીડિયો (Stunt Viral Video)સામે આવ્યો છે તે થોડો ચોંકાવનારો છે. કારણ કે, વાયરલ ક્લિપમાં, શખસે બાઇકના પાછળના વ્હીલ સાથે બોટલની ઢાંકણ એવી રીતે ખોલી હતી કે જોનારાઓ પણ દંગ રહી ગયા હતા.

આજના યુગમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દરેક વ્યક્તિ લોકપ્રિય બનવા માંગે છે. પરંતુ આ ચક્કરમાં કેટલાક લોકો એવા કામ કરે છે જેના કારણે તે તેમની જાન પર બની જાય છે. હવે જુઓ આ વીડિયો જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બાઇક પર સ્ટંટ બતાવતા એક છોકરાએ બોટલની કેપ ખોલવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે થોડી ભૂલથી સામે બેઠેલા વ્યક્તિની ગરદન તૂટી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વીડિયોમાં છોકરાઓના ગ્રુપમાં એક છોકરો હાથમાં બોટલ લઈને ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન, સામેથી એક ખૂબ જ સ્પીડમાં બાઈક આવે છે અને તેની નજીક પહોંચ્યા પછી, બાઈક ચાલક પાછળના વ્હીલને હવામાં ઉછાળે છે અને છોકરાના હાથની બોટલની કેપ ખોલે છે. વ્યક્તિ જે રીતે સ્ટંટ કરી રહી છે તે દેખાવમાં ખરેખર ખતરનાક લાગે છે. જેણે પણ આ સ્ટંટ જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર h2r_saifali_bikelover નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખતાં સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. એક યુઝરે લખ્યું છે કે સોશિયલ મીડિયા પર થોડીક લાઈક્સ મેળવવા માટે તમે તમારી અને અન્યની જિંદગી કેમ જોખમમાં મુકો છો. જ્યારે અન્ય એક યુઝરે પણ આવી જ રીતે લખ્યું છે કે આવું કરવામાં તો સારા સ્ટંટમેનને પરસેવો આવી જશે.

Next Article