શખ્સે નાહવા માટે અપનાવ્યો જબરદસ્ત દેશી જુગાડ, વીડિયો જોઈ લોકોએ આપ્યા કંઈક આવા રિએક્શન

|

Nov 29, 2022 | 1:34 PM

જુગાડ એ કોઈ પણ કામ માટે કામચલાઉ ઉપાય કહી શકાય. ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં શખ્સે નાહવા માટે જે દેશી જુગાડ અપનાવ્યો છે તે જોઈ ચોક્ક્સ તમારૂ હસવું રોકી નહીં શકો.

શખ્સે નાહવા માટે અપનાવ્યો જબરદસ્ત દેશી જુગાડ, વીડિયો જોઈ લોકોએ આપ્યા કંઈક આવા રિએક્શન
Desi Jugaad Viral Video
Image Credit source: Twitter

Follow us on

જુગાડમાં આપણા ભારતીયોનો કોઈ જવાબ નથી. હાલ સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ લોકો દંગ રહી ગયા છે. આમ તો જુગાડના તમે ઘણા વીડિયો જોયા હશે પરંતુ આ જુગાડ કંઈક હટકે છે. ત્યારે જુગાડ એ કોઈ પણ કામ માટે કામચલાઉ ઉપાય કહી શકાય. ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં શખ્સે નાહવા માટે જે દેશી જુગાડ અપનાવ્યો છે તે જોઈ ચોક્ક્સ તમારૂ હસવું રોકી નહીં શકો.

વાયરલ થઈ રહેલી આ ક્લિપ 29 સેકન્ડની છે જેમાં આપણે એક શખ્સને સાબુથી વાળ ધોતા જોઈ શકીએ છીએ. પરંતુ આ શખ્સ માથું ધોવા માટે ન તો તે ડોલ-મગ કે કોઈ શાવરનો ઉપયોગ કરી રહ્યો છે. હકીકતમાં માથું ધોવા માટે માણસે ગજબ જુગાડ કર્યો છે. આ માટે તેણે પોતાની પીઠ પર પાણી ભરેલો એક મોટો ડબ્બો મૂક્યો છે અને તે જમીન પર બેઠો છે. આવી સ્થિતિમાં, વાળમાં સાબુ લગાવ્યા પછી, જ્યારે તેને પાણીની જરૂર હોય ત્યારે, હાથનો ઉપયોગ કર્યા વિના, જુગાડની મદદથી, તે જરૂરિયાત મુજબ માથા પર પાણી રેડે છે. આ માટે તે ખાલી તેની પીઠ ઉંચી કરે છે, અને પાણી તેના માથા પર પડવા લાગે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @RBalwani દ્વારા 27 નવેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, જેમાં બિઝનેસમેન ‘આનંદ મહિન્દ્રા’ અને ‘હર્ષ ગોએન્કા’ને ટેગ કરવામાં આવ્યા હતા. તેણે કેપ્શનમાં લખ્યું – રવિવારની સવાર હળવાશથી! હું મારી જાતને દરેક સાથે આ શેર કરવાથી રોકી શક્યો નહીં. સરળ, નવીન, સસ્તું અને કામચલાઉ!

આ પોસ્ટ લખાઈ ત્યાં સુધી 300 થી વધુ લાઈક્સ મળી ચુકી છે. જ્યારે વીડિયોને 15 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ યુઝર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે મને આ જુગાડ ગમ્યો. બીજાએ લખ્યું – આ આત્મનિર્ભર છે. કેટલાકે કહ્યું કે તે જુગાડ છે શોધ નથી. જ્યારે ઘણા યુઝર્સ આ વાત પર હસી રહ્યા છે.

Next Article