જબરો કલાકાર! માથા પર બનાવ્યું અદ્ભુત ચિત્ર, Video જોઈ તમે પણ આશ્ચર્યમાં પડી જશો

|

Aug 02, 2022 | 9:59 AM

આજકાલ એક કલાકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે જોઈને તમારું દિમાગ ચક્કર ખાઈ જશે. તમે ભાગ્યે જ ક્યારેય આવી કળા વિશે વિચાર્યું હશે,

જબરો કલાકાર! માથા પર બનાવ્યું અદ્ભુત ચિત્ર, Video જોઈ તમે પણ આશ્ચર્યમાં પડી જશો
Art Viral Video
Image Credit source: Twitter

Follow us on

દુનિયામાં એક કરતા વધારે કલાકારો છે, જેઓ પોતાના અદ્ભુત કામથી બધાને ચોંકાવી દે છે. કોઈ પેન અને કાગળ વડે અદ્ભુત ચિત્ર બનાવતા જોવા મળે છે તો કોઈ બ્લેક બોર્ડ પર સુંદર ચિત્ર બનાવીને સૌને ચોંકાવી દે છે. ત્યારે કેટલાક કલાકારો એવા છે જે રેતી પર એવું અદ્ભુત કામ (Amazing Art)કરે છે કે જોનારા ફક્ત જોતા જ રહી જાય છે. પરંતુ કેટલાક કલાકારો દિમાગ ઘુમાવી દે તેવા ચિત્ર બનાવે છે. આજકાલ આવા જ એક કલાકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે જોઈને તમારું દિમાગ ચક્કર ખાઈ જશે. તમે ભાગ્યે જ ક્યારેય આવી કળા વિશે વિચાર્યું હશે,

એક વ્યક્તિએ તેના માથા પર અદ્ભુત આર્ટવર્ક બતાવ્યું છે. તેને જોઈને લાગે છે કે તે કોઈ વાસ્તવિક વ્યક્તિ નથી પણ એક પેઇન્ટિંગ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ તેના માથા પર કેવા પ્રકારની કળા બનાવી છે. એવું લાગે છે કે તેનું અડધુ જ માથું છે. બીજી આર્ટમાં જોવા મળે છે કે તેની ખોપરી સંપૂર્ણ ખુલ્લી છે અને તેની અંદરથી એક કાર્ટૂન કેરેક્ટર ડોકિયું કરી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ત્રીજી કળામાં જોવામાં આવે છે કે તેને બે નહીં પરંતુ ચાર આંખો છે. બે તેની છે, જ્યારે અન્ય બે આંખો તેના માથા પર છે. પછી ચોથી કળામાં તેનું માથું ઘડા જેવું બની જાય છે, જેમાં કેટલાક ફૂલો પણ ખીલેલા હોય છે. હવે તમે જ વિચારો અને કહો કે તમે તમારા જીવનમાં ક્યારેય આવી કળા જોઈ છે.

આ અદ્ભુત કળાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @MorissaSchwartz નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘તે આર્ટ છે’. 33 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે તેને સુંદર તો કેટલાકે તેને અદ્ભુત ગણાવી છે. એક યુઝરે તેને ‘ક્રીપી આર્ટ’ કહ્યું છે.

Next Article