બુરખો પહેરીને મોલમાં પ્રવેશી મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવી VIDEO બનાવવો ભારે પડ્યો, યુવકની ધરપકડ
કોચીના એક શોપિંગ મોલમાં બુરખો પહેરેલો એક યુવક મહિલાના વોશરૂમમાં ઘુસ્યો અને હિડન કેમેરા લગાવી દીધો. શંકાના આધારે મોલમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
કોચીના એક શોપિંગ મોલના મહિલા વોશરૂમમાં એક યુવક હિડન કેમેરાનો ઉપયોગ કરતા ઝડપાયો છે. શંકાના આધારે સિક્યુરિટી ગાર્ડે આરોપી યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપીની ઓળખ કન્નુરના રહેવાસી અભિમન્યુ તરીકે થઈ છે. ઈન્ફોપાર્કમાં કામ કરતો અભિમન્યુ બુરખો પહેરીને મોલમાં પહોંચ્યો હતો અને બહાર નીકળતાની સાથે જ સીધો વોશરૂમ ગયો અને દિવાલમાં હિડન કેમેરો (Hidden Camera) લગાવ્યો હતો.
આ પણ વાંચો : Viral Video: બાળકોને શીખવ્યા ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ના પાઠ, લોકો કરી રહ્યા છે આ ભારતીય શિક્ષકના વખાણ
પોલીસે ઘટના સ્થળે પહોંચી અને યુવકની ધરપકડ કરી
પરંતુ જેવો યુવક વોશરુમની બહાર આવ્યો તો ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓને શંકા ગઈ, આ યુવકની પુછપરછ કરવામાં આવી તો સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ સુરક્ષાકર્મચારીઓએ આ મામલાને જાણકારી પોલીસને આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને યુવક અને હિડન કેમેરો ઝપ્ત કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ મહિલાઓના વોશરુમની પ્રવુતિઓ રેકોર્ડ કરવા માટે મોબાઈલ ફોનનો વીડિયો કેમેરા ચાલુ કરી બાથરુમમાં લગાવ્યો હતો.
પોલીસની શંકા છે કે, આરોપી કોઈ અશ્લીલ વેબસાઈટ માટે કામ કરતો હતો. હાલમાં પોલીસ યુવકની પુછપરછ કરી રહી છે.કોચી પોલીસના જણાવ્યા મુજબ આરોપી બુરખો પહેરી મોલમાં આવ્યો તો કોઈને પણ તેના પર શંકા ગઈ ન હતી. પરંતુ તેણે જ્યારે મહિલાના વોશરુમમાં કેમેરો ફિટ કરી બહાર નીકળ્યો તો તેના હાવભાવ અલગ જ જોવા મળી રહ્યા હતા.
વિદ્યાર્થીનીઓના વીડિયો રેકોર્ડ કરવા માટે વોશરૂમમાં કેમેરા લગાવ્યો
થોડા દિવસો પહેલા કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીંની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની છોકરીઓના અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓના વીડિયો રેકોર્ડ કરવા માટે વોશરૂમમાં કેમેરા લગાવ્યો હતો, તેમજ તેણે 1200 થી વધુ અર્ધ-નગ્ન વિડીયો અને છોકરીઓના ફોટો વિડિયો રેકોર્ડ કર્યા છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ શુભમ એમ આઝાદ છે.