બીન વગાડતા જ ‘નાગિન’ બની બહાર આવ્યો શખ્સ, ત્યારબાદ જે કર્યું તે જોઈ હસવું રોકી નહીં શકો
વાયરલ વીડિયોમાં ઘણી વખત એવું કંઈક જોવા મળે છે, જે આપણને હસાવીને લોટપોટ કરી દે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો કારણ કે વીડિયોમાં શખ્સે એવી હરકત કરી છે જે ખુબ ફની છે.

સોશિયલ મીડિયા પર લોકોને ક્યારે અને શું ગમશે, કંઈ કહી શકાય નહીં. કેટલીકવાર એવા વીડિયો વાયરલ થઈ જાય છે જે લોકોને ખુબ પસંદ આવી જાય છે. તો ક્યારેક કોઈનું મનોરંજન લોકોના હૃદય અને મગજમાં વસી જાય છે. આ સિવાય પણ ઘણી વખત એવું કંઈક જોવા મળે છે, જે આપણને હસાવીને લોટપોટ કરી દે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો કારણ કે વીડિયોમાં શખ્સે એવી હરકત કરી છે જે ખુબ ફની છે.
તમે લગ્નમાં ડીજેના તાલે નાચતા લોકોને જોયા હશે, તેમજ નાગિન ડાન્સ કરતા પણ જોયા હશે. પરંતુ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ દુકાનની બહાર બીન વગાડી રહ્યો છે, જોકે કોઈ સાપ તો ત્યાં આવતો નથી પરંતુ દુકાનની અંદરથી એક વ્યક્તિ ચોક્કસથી ડાન્સ કરતો બહાર આવે છે, તેનો ડાન્સ જોઈને કોઈ પણ દંગ રહી જશે. જાણે બીનનાં સૂર પર નાગની જેમ લહેરાતો આવી રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુકાનની બહાર એક શખ્સ હાથમાં બીન લઈને ઉભો છે. જ્યારે તે તેની બીનની ધૂન વગાડવાનું શરૂ કરે છે, ત્યારે ત્યાં કોઈ નથી. પછી જેમ જેમ નાગિન ડાન્સની ધૂન વાગે છે, ત્યારે થોડી જ વારમાં એક માણસ સાપની જેમ ફેણ ફેલાવતો દુકાનની બહાર આવે છે અને બીનની ધૂન પર નાચવા લાગે છે. બીનની ધૂન પર લહેરાતો, તે શખ્સ પાસે આવે છે, જે સાપને ડંખ મારવા સાપની જેમ અભિનય કરે છે અને વ્યક્તિને ભગાડી મુકે છે.
View this post on Instagram
આ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર butterfly__mahi નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 40 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 2500થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આના પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા હસતા ઈમોજી પોસ્ટ કર્યા છે.