પાણીની નીચે વ્યક્તિએ શોધી કાઢ્યું 12 હજાર વર્ષ જૂનું શહેર, નિષ્ણાંતોને નથી આવતો વિશ્વાસ

|

Mar 08, 2022 | 9:40 AM

વ્યક્તિએ મેક્સિકોના અખાતમાં આવેલા ચંદલુર ટાપુઓ પર પાણીની નીચે રહસ્યમય પ્રાચીન શહેરમાં બનેલી ઈમારતોના અવશેષો મળ્યાનો દાવો કર્યો છે. તેણે આ સાઇટની 44 વખત મુલાકાત લીધી હોવાનું કહેવાય છે. જો કે નિષ્ણાંતોને તેમના દાવા પર બહુ વિશ્વાસ નથી.

પાણીની નીચે વ્યક્તિએ શોધી કાઢ્યું 12 હજાર વર્ષ જૂનું શહેર, નિષ્ણાંતોને નથી આવતો વિશ્વાસ
man finds lost underwater city from 12000 years ago(Image-Daily star)

Follow us on

એક નિવૃત્ત આર્કિટેક્ટે પાણીની નીચે 12,000 વર્ષ જૂનું શહેર શોધવાનો દાવો કર્યો છે. આ વ્યક્તિનું નામ ક્રેકપોટ જ્યોર્જ ગેલે (Crackpot George Gele) છે. જે પોતાને કલાપ્રેમી પુરાતત્વવિદ્ (Amateur Archaeologist) કહે છે. તેઓએ દાવો કર્યો છે કે, મેક્સિકોના (Mexico) અખાતમાં આવેલા ચંદલુર ટાપુઓ (Chandleur Islands) પર પાણીની નીચે રહસ્યમય પ્રાચીન શહેરમાં બનેલી ઈમારતો (પથ્થરો)ના અવશેષો મળ્યા છે. જો કે નિષ્ણાંતોને તેમના દાવા પર બહુ વિશ્વાસ નથી. પરંતુ તેની શોધ ચોક્કસપણે ચર્ચાનો વિષય બની છે.

સેંકડો ઈમારતો કાંપથી ઢંકાયેલી

અહેવાલો અનુસાર જ્યોર્જે જણાવ્યું કે, જે સ્થળે તેને 12,000 વર્ષ જૂના શહેરના અવશેષો મળ્યા, તેણે કહેવા પ્રમાણે તે સ્થળની 44 વાર મુલાકાત લીધી હતી. તેણે WWL-TVને કહ્યું, ‘સેંકડો ઈમારતો છે. જે રેતી અને કાંપથી ઢંકાયેલી છે. તે ગીઝાના મહાન પિરામિડની સાથે સંબંધ ધરાવે છે. તેમના મતે કોઈએ મિસિસિપી નદીની નીચે એક અબજ પથ્થરો ઉમેર્યા. જે પાછળથી ન્યૂ ઓર્લિયન્સ (New Orleans) બન્યા.’

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

12,000 વર્ષ જૂનું ગ્રેનાઈટ શહેર મળ્યું

‘ડેઈલી સ્ટાર’ના સમાચાર અનુસાર જ્યોર્જ લગભગ 50 વર્ષથી ‘મોટી ઈમારતોના અવશેષો’ અને ‘વિશાળ પિરામિડ’નો અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ્યારે તે બોટ દ્વારા દરિયામાં ગયો, ત્યારે તેને 12,000 વર્ષ જૂનું ગ્રેનાઈટ શહેર મળ્યું! જો કે, તેણે જે વિસ્તારને મળવાનો દાવો કર્યો હતો. તે વિસ્તાર ભૂતકાળમાં પણ સ્થાનિક ચર્ચામાં રહ્યો છે. કારણ કે સ્થાનિક માછીમારો અનેક વખત વિચિત્ર પથ્થરોથી જાળમાં ફસાયા હોવાનો દાવો કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, છેવટ, પાણીની નીચે જાડા અને નક્કર ગ્રેનાઈટનું વિચિત્ર માળખું કોણ બનાવી શકે?

આ પણ વાંચો: Knowledge: અમેરીકા મીઠાના ખડકો વચ્ચે કેમ રાખે છે તેલ, જાણો આખી વાત

આ પણ વાંચો: Knowledge: જાણો આ અનોખા મધ વિશે, જેનો સ્વાદ મીઠો નથી પણ કડવો છે !

Next Article