Viral Video: જૂની સાયકલે આ પરિવારને મર્સિડીઝ જેટલી આપી ખુશી, જુઓ વીડિયો

|

May 23, 2022 | 8:57 AM

હાલ સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેને બધાના દિલ જીતી લીધા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ ઘરે જૂની સાઇકલ લાવે છે અને તેના પરિવારના સભ્યો એટલા ખુશ છે કે જાણે તેણે કોઈ મોંઘી કાર ખરીદી હોય.

Viral Video: જૂની સાયકલે આ પરિવારને મર્સિડીઝ જેટલી આપી ખુશી, જુઓ વીડિયો
Heart touching Video
Image Credit source: Twitter

Follow us on

ઘણીવાર આપણને સોશિયલ મીડિયા(Social Media)પર ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જે આપણું દિલ જીતી લે છે અથવા તો જોઈને આપણને આશ્ચર્ય થાય છે. કેટલીકવાર અમુક વીડિયો જોયા પછી આપણે ભાવુક થઈ જઈએ છીએ, કારણ કે તે વીડિયો આપણા હૃદયને સ્પર્શી જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેણે બધાના દિલ જીતી લીધા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ ઘરે જૂની સાઇકલ લાવે છે અને તેના પરિવારના સભ્યો એટલા ખુશ છે કે જાણે તેણે કોઈ મોંઘી કાર ખરીદી હોય.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરની બહાર ઊભો છે અને સાઈકલને માળા પહેરાવીને પૂજા કરી રહ્યો છે. સાયકલ દેખાવમાં એકદમ જૂની લાગી રહી છે. તેનો નાનો દીકરો પણ તે વ્યક્તિ પાસે ઊભો છે. પૂજા કર્યા પછી, વ્યક્તિ હાથ જોડે છે. આ દરમિયાન પિતા અને તેના પુત્રના ચહેરા પર દેખાતી ખુશી જોઈને એવું લાગે છે કે તેણે સેકન્ડ હેન્ડ સાયકલ નહીં પણ મર્સિડીઝ કાર ખરીદી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ. તેની અભિવ્યક્તિ એવું કહે છે કે જાણે તેણે નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી હોય. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Next Article