Viral Video: જ્યારે ઘરની અંદર થવા લાગ્યો અચાનક ‘પૈસાનો વરસાદ’, લોકોએ કહ્યું ‘અહીં તો ભાડા ભરવાના પણ ફાંફા છે’

|

May 21, 2022 | 12:57 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિના ઘરમાં 'પૈસાનો વરસાદ' જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Viral Video: જ્યારે ઘરની અંદર થવા લાગ્યો અચાનક પૈસાનો વરસાદ, લોકોએ કહ્યું અહીં તો ભાડા ભરવાના પણ ફાંફા છે
Man blew a lot of money inside the house
Image Credit source: Instagram

Follow us on

આજના સમયમાં લોકો માટે પૈસા (money) જ સર્વસ્વ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો પૈસા હશે તો લોકો તમને પૂછશે, તમારો આદર કરશે અને જો પૈસા નહીં હોય તો તમારી સાથે વાત કરવા માટે પણ કોઈ મળશે નહીં. લોકો તમને હીનતાની નજરે જોશે, જાણે તમે કોઈ પાપ કર્યું હોય. આ સિવાય લોકોને પૈસાની પણ જરૂર છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે પુષ્કળ પૈસા હોય, જેથી તે આખી જીંદગી ખુશીથી જીવી શકે. જો કે આ દરેક માટે શક્ય નથી. કેટલાક લોકો પાસે ખાવા માટે પણ પૈસા હોતા નથી તો કેટલાક લોકોના ઘર પૈસાથી ભરેલા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિના ઘરમાં ‘પૈસાનો વરસાદ’ જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

જો કે આજના સમયમાં લોકો પોતાના ઘરમાં વધારે રોકડ નથી રાખતા, પરંતુ આ વાયરલ વીડિયોમાં જે નજારો જોવા મળે છે તે ચોંકાવનારો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના હાથમાં ઘણી રોકડ પકડીને હવામાં ઉડાવી રહ્યો છે. આ સિવાય રૂમમાં એક ટેબલ પર નોટોના ઢગલા પડ્યા છે અને ફર્શ પર માત્ર પૈસા જ દેખાય છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કદાચ જ કોઈએ તેમના જીવનકાળમાં આટલા પૈસા ક્યારેય જોયા હશે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે તે અદ્ભુત છે. કોઈ વ્યક્તિએ પોતાનો મોબાઈલ નંબર આપીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું છે તો કોઈ કહે છે કે આ માટે તેણે દિવસ-રાત મહેનત કરવી પડશે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર love__ganesh__boss__r નામથી શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 23 મિલિયન એટલે કે 2.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 1.7 મિલિયન એટલે કે 17 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘અલાદ્દીનનો ચિરાગ તેની પાસે છે’ તો બીજા યુઝરે લખ્યું છે, ‘અરે ભાઈ, મને આપો, તમારી પાસે ઘણું છે’. તેવી જ રીતે અન્ય યુઝર્સે પણ વિવિધ પ્રકારના ફની રિએક્શન આપ્યા છે.

Next Article