Christmas 2021: નાતાલને સ્પેશિયલ બનાવવા માટે કરો આ ખાસ તૈયારી, બાળકોને આ રીતે કરો ખુશ

|

Dec 24, 2021 | 1:28 PM

નાતાલની પૂર્વસંધ્યાએ દરેકને એકસાથે લાવે છે, રંગબેરંગી લાઇટ્સ, ક્રિસમસ ટ્રી સાથે લોકો હર્ષો ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરતા જોવા મળે છે.

Christmas 2021: નાતાલને સ્પેશિયલ બનાવવા માટે કરો આ ખાસ તૈયારી, બાળકોને આ રીતે કરો ખુશ
Christmas 2021

Follow us on

Christmas 2021 : નાતાલને હવે માત્ર એક દિવસ બાકી છે,ત્યારે લોકો આનંદ અને ઉત્સવ સાથે ક્રિસમસનો પર્વ (Cristmas) ઉજવવા અગાઉથી જ તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ પર્વ દરમિયાન મિત્રો અને કુટુંબીજનો ઉજવણી કરવા માટે ભેગા થાય છે. જ્યારે ક્રિસમસ પર કેટલીક વખત ડિનર અને પાર્ટીનુ (Cristmas Party) આયોજન પણ કરવામાં આવતુ હોય છે.

નાતાલની પૂર્વસંધ્યાએ દરેકના જીવનમાં રંગો ભરે છે, રંગબેરંગી લાઇટ્સ, ક્રિસમસ ટ્રી (Cristmas Tree) સાથે લોકો હર્ષો ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરતા જોવા મળે છે.ત્યારે આજે અમે તમારી તૈયારીને સરળ બનાવવા માટે આજે અમે તમને ક્રિસમસમાં શું કરી શકાય તે વિશે રસપ્રદ બાબતો જણાવીશુ.

ક્રિસમસ મૂવી મેરેથોન

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેલ્લી વાર ક્યારે તમે તમારા પરિવાર અને બાળકો સાથે મૂવીની મજા માણી હતી ? તહેવારોની મોસમ મૂવી જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ખાસ ક્રિસમસ-થીમ આધારિત (Cristmas Theme)  ફિલ્મોથી લઈને રોમેન્ટિક ફિલ્મો સુધી તમે આ પર્વ પર જે ફિલ્મ જોવા માગો છો તેની યાદી અગાઉથી તૈયાર કરી શકો છો.

ક્રિસમસ કાર્ડ્સ અને ક્રાફ્ટ

સામાન્ય રીતે લોકોને હાથથી બનાવેલી ક્રાફટ (Hand Crafts) અને કાર્ડસ મોંઘી ગિફ્ટ કરતા પણ વધુ પસંદ આવતા હોય છે.તમે આ નાતાલે તમારા મહેમાનો અને પરિવારજનોને સુંદર ક્રિસમસ કાર્ડ્સ અને ક્રાફ્ટ બનાવીને આપી શકો છો.આ ક્રિસમસ કાર્ડ્સ પર તમે પેઇન્ટ કરી શકો છો અને તેના પર કેટલીક રસપ્રદ વસ્તુઓૃ લગાવીને વધુ આકર્ષક બનાવી શકો છો.

ક્રિસમસ પર કૂકીઝ બનાવીને જીતો બાળકોનુ દિલ

સામાન્ય રીતે બાળકોને કુકીઝ વધારે પસંદ આવતી હોય છે.તેથી તમે બાળકોને ખુશ કરવા માટે કુકીઝ અને કુકીઝ કેક પણ તૈયાર કરી શકો છો.જેનાથી બાળકો વધારે ખુશ થશે.

ક્રિસમસ ટ્રી દ્વારા બાળકોને નાતાલનુ મહત્વ સમજાવો

સમસની એક પરંપરા મુજબ દરેક વ્યક્તિ ક્રિસમસ ટ્રીને સજાવતા જોવા મળે છે. તમારા ક્રિસમસ ટ્રીને વિવિધ અને અનન્ય આભૂષણોથી તમે સજાવી શકો છો. ક્રિસમસ ટ્રી દ્વારા તમે પણ બાળકોને નાતાલનું મહત્વ સમજાવવા માટે એક સરસ રીત છે.આમ તમે આ રીતે નાતાલ પર્વને વધુ સ્પેશિયલ રીતે ઉજવી શકો છો.

આ પણ વાંચો: Video : વિદેશમાં પણ ગુજરાતી કલાકારનો દબદબો ! ગીતા રબારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ પણ વાંચો: Viral Video : સ્પાઈડર મેનને જોતા જ ટેણિયાના બદલાયા તેવર ! આ કરતબ જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા

Next Article