OMG : આ વ્યક્તિએ જુગાડ જીપના બદલામાં ઠુકરાવી આનંદ મહિન્દ્રાની ઓફર, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

|

Dec 26, 2021 | 6:26 PM

આ વ્યક્તિએ જુગાડ જીપના બદલામાં આનંદ મહિન્દ્રાના બોલેરોની ઓફર ઠુકરાવી દીધી છે. તેણે કહ્યું કે તે બોલેરો જીપનો જાળવણીનો ખર્ચ ઉઠાવી શકશે નહીં.

OMG : આ વ્યક્તિએ જુગાડ જીપના બદલામાં ઠુકરાવી આનંદ મહિન્દ્રાની ઓફર, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
Lohar family refused offer by Anand Mahindra

Follow us on

Viral Video: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના (Sangali District) દેવરાષ્ટ્રે ગામમાં રહેતા દત્તાત્રય લોહાર (Dattatraya Lohar) નામના વ્યક્તિએ દેશી જુગાડમાંથી એક જીપ (Jugaad Jeep) બનાવી હતી. આ જુગાડ જીપમાં બે લોકો આગળ અને ચાર લોકો પાછળ બેસીને સફર કરી શકે છે. આ જુગાડ જીપ જોઈને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પણ આકર્ષાયા હતા.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ કરી આ ઓફર

દેશી જુગાડથી બનેલી આ જીપ બિઝનેસમેનને એટલી ગમી ગઈ કે તેણે દત્તાત્રય લોહાર પાસેથી આ જીપ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના બદલામાં તેણે પોતાની કંપનીનું બોલેરો વાહન (Bolero Vehicle) આપવાની ઓફર કરી હતી. પરંતુ નવાઈની વાત તો એ છે કે દત્તાત્રય લુહારે કબાટના લોખંડ અને લાકડામાંથી બનાવેલી જીપ આનંદ મહિન્દ્રાને આપવા તૈયાર ન થયો અને તેણે તેની ઓફર ઠુકરાવી દીધી.

 

 

ઓફર ઠુકરાવતી વખતે લુહાર પરિવારે કરેલી દલીલો રસપ્રદ છે. તેણે કહ્યું કે તે બોલેરો જીપનો જાળવણીનો ખર્ચ ઉઠાવી શકશે નહીં. આ ઉપરાંત તેણે કહ્યું કે બે વર્ષની મહેનત બાદ તેની મહેનત રંગ લાવી છે. તેથી તે આ જીપને કોઈને આપવા માગતા નથી.

 

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો હતો વીડિયો

ટુ વ્હીલરની જેમ આ જીપ કિકથી સ્ટાર્ટ થાય છે

દત્તાત્રય લોહારની પોતાની ફેબ્રિકેશન વર્કશોપ છે. તેઓ બહુ ભણેલા નથી, પરંતુ ઓછું ભણેલા હોવા છતાં તેણે ટુ વ્હીલર એન્જીન, ફોર વ્હીલર બોનેટ અને ઓટો રીક્ષાના પૈડાનો ઉપયોગ કરીને 60 હજારના ખર્ચે આ જીપ તૈયાર કરી છે. આ જીપ ટુ વ્હીલરની જેમ કિક મારવાથી શરૂ થાય છે. તે એક લિટર પેટ્રોલમાં 40થી 45 કિલોમીટરનું અંતર કાપી શકે છે. હવે ઘણા લોકો તેમને આવી જીપ બનાવવાનો ઓર્ડર આપી રહ્યા છે. દત્તાત્રય લુહાર દ્વારા બનાવવામાં આવેલી જીપનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

આ જુગાડ જીપને લઈને આનંદ મહિન્દ્રાએ દત્તાત્રય લોહારની બુદ્ધિમત્તા અને કૌશલ્યની પ્રશંસા કરી છે. વધુમાં કહ્યું કે આ જીપ બનાવવાની તેમની કલ્પના અને ઓછા સંસાધનો સાથે આટલી મોટી વસ્તુ બનાવવાની તેમની ક્ષમતાની પ્રશંસા કરતા હું મારી જાતને રોકી શકીશ નહીં.

 

 

આ પણ વાંચો: દિલધડક દ્રશ્યો: રેલ્વે ટ્રેક પર ઉભેલી ગાયને ટ્રેને મારી ટક્કર ! પછી જે થયુ તે જોઈને તમે પણ કહેશો “કુદરતનો ચમત્કાર “

 

આ પણ વાંચો: Best Hill Stations : શું તમે પણ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો ? શિયાળામાં ફરવા માટે આ હિલ સ્ટેશનો છે બેસ્ટ

Next Article