Viral Video: નાના બાળકે બતાવી અદભૂત સ્ફુર્તી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘તે ભવિષ્યમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢશે’

|

May 24, 2022 | 8:33 AM

એક બાળકનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની અદભુત સ્ફુર્તી નજરે પડે છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Viral Video: નાના બાળકે બતાવી અદભૂત સ્ફુર્તી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- તે ભવિષ્યમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢશે
Little kid Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયોઝ જોવા મળે છે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર દરરોજ હજારો વીડિયો વાયરલ(Viral Videos)થઈ રહ્યા છે, જે હસવા સાથે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર બાળકો સાથે જોડાયેલા વીડિયો પણ વાયરલ થાય છે, જે ખૂબ જ ફની (Funny Videos) હોય છે. તમે જોયું જ હશે કે જ્યારે બાળકો પોતાના પગ પર ચાલવા શીખે છે, તો પછી તેઓ દિવસભર ઘરમાં કેવી રીતે ફરતા રહે છે. ક્યારેક તેઓ રસોડામાં કંઈક વસ્તુ ફેંકી દે છે તો ક્યારેક બેડરૂમમાં ધમાલ મચાવે છે.

જો કે તે પણ જોવામાં સારૂ લાગે છે. આવા જ એક બાળકનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની અદભુત સ્ફુર્તી નજરે પડે છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક રસોડામાં દોડે છે અને ખૂબ જ ઝડપથી ઉપર ચઢવા લાગે છે. તે જે રીતે ચઢે છે તે જોઈને લાગે છે કે તે કોઈ પહાડ પર ચઢવાની ટ્રેનિંગ લઈ રહ્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તેની સ્ફુર્તી અદ્ભુત છે. જ્યાં સામાન્ય રીતે આ ઉંમરના બાળકો બરાબર ચાલી શકતા નથી ત્યાં આ બાળક માત્ર દોડતું જ નથી પણ ઉતાવળમાં ગમે ત્યાં ચઢી પણ જાય છે. જો તમારા ઘરમાં પણ આ ઉંમરનું બાળક હોય તો તમે તેને ભાગ્યે જ આ રીતે ચઢતા જોયા હશે. આ એકદમ ચોંકાવનારો વીડિયો છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @TansuYegen આઈડી નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ બાળક પાસેથી આપણે ક્યાંક ચઢવાની સરળ ટેકનિક શીખી શકીએ છીએ’. 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 83 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ સરળ ટ્રીક નથી. તેને હાથોમાં ખૂબ જ તાકાતની જરૂર છે’, જ્યારે અન્ય એક યુઝરે બાળકને ભવિષ્યનો ‘માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બર’ ગણાવ્યો છે.

Next Article